




અંબાજી, 11 જાન્યુઆરી (હિ.સ.) : શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર
મકરસંક્રાંતિમાં સૂર્ય ધનુ રાશિ માંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે
અને મકરસંક્રાંતિ પર પવિત્ર નદીઓમાં સ્નાન પૂજા અર્ચના કરવાનો વિશેષ મહત્વ હોય છે. જેને લઇ યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી મકરસંક્રાંતિનું શાહી સ્નાન
મહોત્સવ આયોજિત કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો નો મેળાવડો ભરાતો
હોય છે ને આ મકરસંક્રાંતિના શાહી સ્નાન મહોત્સવનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે
ત્યારે મોટી સંખ્યામાં નાગા સાધુઓ અને સંતો અંબાજી નગરમાં પ્રવેશતા અંબાજીના સરપંચ
સહીત અન્ય અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા સાધુ સંતોનો ઉષ્મા ભર્યું સ્વાગત કરી નગર
પ્રવેશ કરાવ્યો હતો.
જોકે આ વખતે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીના બપોરે 3 વાગે શરૂ થતી હોવાથી આ શાહી સ્નાન 15 જાન્યુઆરી ના રોજ થશે તે પૂર્વે શ્રી ગણેશ પૂજન, ધર્મધજા રોહણ, કુમારિકા પૂજન, ગૌમાતા પૂજન સાથે માનસરોવર કુંડ ખાતે
ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને 15 જાન્યુઆરી એ અંબાજીના કોટેશ્વર ખાતે
ગૌમુખ કુંડમાં સાધુ સંતો શાહી સ્નાન કરશે તેમ મહંત બીજયપુરી મહારાજ (મહન્ત થાનાપતિ
શ્રી શંભુ પંચ દશનામ અખાડા) વારાણસીએ જણાવ્યું હતું. અંબાજી ખાતે યોજાનાર આ શાહી સ્નાન
મહોત્સવ માં વિદેશ ના તુર્કી અને જર્મની તેમજ દેશના વિવિધ રાજ્યોના સાધુ સંત પણ
જોડાયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ