
જામનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : જામજોધપુર તાલુકાના પી.એમ.પોષણ યોજનાના બે કેન્દ્રો ભાલારાનેશ પ્રાથમિક શાળા અને વીરપુર વાડી પ્રાથમિક શાળામાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિયત માનદવેતન દ્વારા કેન્દ્ર સંચાલક અને રસોયાની ખાલી પડેલ ૧-૧ જગ્યાઓ પર નિમણૂક કરવાની છે.
રસ ધરાવતા તેમજ સરકારના પરીપત્ર મુજબ એસ.એસ.સી.ની લાયકાત ધરાવતા ૨૦ થી ૬૦ વર્ષની વયમર્યાદા ધરાવતા તંદુરસ્ત અને કોઇપણ ગુનાહીત કૃત્ય કરેલ ન હોય તેવા ઉમેદવારોએ તા.૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં જામજોધપુર મામલતદાર કચેરી ખાતે કામકાજના સમય દરમિયાન નિયત નમુનામાં આધારો આથે અરજી કરવાની રહેશે.
નિયત નમુનાના અરજી ફોર્મ કામકાજના સમય દરમિયાન કચેરીની પી.એમ.પોષણ શાખા માંથી વિના મુલ્યે મળી શકશે.મહીલાઓ, સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી.
એસ.એસ.સી. અભ્યાસ બાબતે છુટ આપવામાં આવશે,હોમગાર્ડમાં ફરજ નિભાવનાર અરજી કરી શકશે,અન્ય ગામના ઉમેદવાર હશે તો પણ અરજી કરી શકશે તેમ જામજોધપુર મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt