હોમિયોપેથી સારવાર પધ્ધતિ માનવીના મન, આત્મા અને ચિત્તને યોગ્ય દિશામાં લઈ જઈ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે: રાજ્યપાલ
- આણંદમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતએ ડૉ.હેનિમેન એપ્લાઇડ હોમિયોપેથી ઓનલાઇન અભ્યાસક્રમ અને ઓર્ગોનન ઓફ મેડિસીન ડિજિટલ ડેવલપમેન્ટ કાર્યક્રમનો કરાવ્યો પ્રારંભ ગાંધીનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું છે કે, ભારતમાં પ્રાચીન ઋષિ પ
આણંદમાં કાર્યક્રમ યોજાયો


આણંદમાં કાર્યક્રમ યોજાયો


આણંદમાં કાર્યક્રમ યોજાયો


- આણંદમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતએ ડૉ.હેનિમેન એપ્લાઇડ હોમિયોપેથી ઓનલાઇન અભ્યાસક્રમ અને ઓર્ગોનન ઓફ મેડિસીન ડિજિટલ ડેવલપમેન્ટ કાર્યક્રમનો કરાવ્યો પ્રારંભ

ગાંધીનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું છે કે, ભારતમાં પ્રાચીન ઋષિ પદ્ધતિની જીવનશૈલી રહી છે. જેમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન અને આધ્યાત્મિકતાનો સમાવેશ થાય છે. હોમિયોપેથી સારવાર પદ્ધતિ ભારતીય ઋષિ પરંપરાનો ભાગ છે, જે માનવીના મન, આત્મા અને ચિત્તને યોગ્ય દિશામાં લઈ જઈ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.

રાજ્યપાલએ ઉમેર્યું કે, ડૉ. હેનિમેન પ્રેરિત હોમિયોપેથી સારવાર પદ્ધતિ માનવજાત માટે કલ્યાણકારી સાબિત થઈ છે. જેનો સમગ્ર દેશ સહિત વિશ્વમાં મહત્તમ પ્રચાર થાય તે માટે વિવિધ યુનિવર્સિટીઓમાં વ્યાપક સંભાવનાઓ રહેલી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજયપાલ આચાર્ય દેવવ્રતએ આણંદ એન.ડી.ડી.બી. ખાતેથી ડૉ.હેનિમેન એપ્લાઇડ હોમિયોપેથી ઓનલાઇન અભ્યાસક્રમ અને ઓર્ગોનન ઓફ મેડિસિન ડિજિટલ ડેવલપમેન્ટ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા હોમિયોપેથી અભ્યાસક્રમનો વ્યાપ વધે તે માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીના હસ્તે ૪૫ જેટલા નિષ્ણાત તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજયપાલએ જણાવ્યું હતું કે, પરંપરાગત સારવાર પદ્ધતિને પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર સરકારે આયુષ મંત્રાલયની સ્થાપના કરી છે. ચોક્કસ લક્ષણો સાથે હોમીયોપેથી સારવાર પદ્ધતિમાં ઉપચાર થવાથી તેના અદભૂત પરિણામ મળે છે. હોમિયોપેથી તબીબોને સમર્પણ ભાવથી કાર્ય કરવા અને નાગરિકોમાં બીમારી ન આવે તે માટે પ્રાકૃતિક જીવનશૈલી અંગે વ્યાપક જાગૃતિ ઉભી કરવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલએ જણાવ્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીન બિનઉપજાઉ બનવા સાથે માનવ સ્વાથ્ય પર તેની ગંભીર અસર થઈ છે અને કેન્સર, હ્રદય રોગ જેવી અસાધ્ય બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. આમાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી વચ્ચે ખૂબ તફાવત છે, ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ, મહેનત વધુ થાય છે અને ધાર્યું ઉત્પાદન મળતું નથી, પરંતુ પ્રાકૃતિક ખેતી નહિવત ખર્ચે વધુ ઉત્પાદન આપે છે અને જમીનનું સ્વાસ્થ્ય સુધારે છે.

તેમણે ઉમેર્યું કે રાસાયણિક ખેતીના કારણે પાણીમાં નાઇટ્રેટ અને માતાના દૂધમાં પણ યુરિયા તથા કેમિકલ્સ મળી રહ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેનો એકમાત્ર ઉકેલ ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી છે. દેશી ગાયના ગોમૂત્ર અને ગોબરમાં અદભૂત ગુણધર્મો છે ગૌ મૂત્રમાં ઝેરને પણ શુદ્ધ કરવાની ક્ષમતા છે.

પ્રારંભમાં હોમિયોપેથી ડો. કૃતિક શાહે સૌનો આવકાર કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હોલિસ્ટિક હેલ્થ કેરના સ્વપ્નને સાકાર કરવા એલોપથી, હોમિયોપેથી અને નેચરોપેથીના નિષ્ણાત તબીબો પોતાના જ્ઞાનનો દર્દી અને સમાજના ભલા માટે ઉપયોગ કરશે. એટલું જ નહીં બિમારીનું નિદાન, સારવાર અને કુદરતી જીવન શૈલી માટે પ્રેરિત કરશે.

આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ ડો.જશવંતસિંહ પરમાર, સાંસદ મિતેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.નિરંજન પટેલ, કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, દેશમાંથી પધારેલ નિષ્ણાત તબીબો, કૉલેજના આચાર્યો, ફેકલ્ટી, પ્રતિનિધિઓ સહિત વિશાળ સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande