મહેસાણા ખાતે રોડ સેફટી માસ ૨૦૨૬ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ‘ડ્રીંક એન્ડ ડ્રાઈવ’ વિષય પર અસરકારક માઇમ પ્રસ્તુતિ
મહેસાણા,11 જાન્યુઆરી (હિ.સ.) મહેસાણા ખાતે ‘રોડ સેફટી માસ ૨૦૨૬’ના કાર્યક્રમ અન્વયે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી Municipal Arts and Urban Bank Science College, Nagalpurના વિદ્યાર્થીઓ દ્વારા ‘ડ્રીંક એન્ડ ડ્રાઈવ’ વિષય પર પ્રભાવશાળી માઇમ
મહેસાણા ખાતે રોડ સેફટી માસ ૨૦૨૬ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ‘ડ્રીંક એન્ડ ડ્રાઈવ’ વિષય પર અસરકારક માઇમ પ્રસ્તુતિ


મહેસાણા,11 જાન્યુઆરી (હિ.સ.) મહેસાણા ખાતે ‘રોડ સેફટી માસ ૨૦૨૬’ના કાર્યક્રમ અન્વયે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી Municipal Arts and Urban Bank Science College, Nagalpurના વિદ્યાર્થીઓ દ્વારા ‘ડ્રીંક એન્ડ ડ્રાઈવ’ વિષય પર પ્રભાવશાળી માઇમ રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કોઈ શબ્દ વિના અભિનય દ્વારા નશામાં વાહન ચલાવવાથી થતા ગંભીર અકસ્માતો, માનવજીવનની ક્ષતિ અને પરિવાર પર પડતી અસરોને જીવંત રીતે રજૂ કરી હતી.

માઇમ પ્રસ્તુતિ દરમિયાન વિદ્યાર્થીઓએ નશાની હાલતમાં વાહન ચલાવનાર વ્યક્તિની બેદરકારી, માર્ગ પરના નિર્દોષ નાગરિકોના જોખમ અને અકસ્માત પછીની કરુણ પરિસ્થિતિ દર્શાવી દર્શકોને સંદેશ આપ્યો કે “નશો નહીં, સુરક્ષિત ડ્રાઈવિંગ કરો”. આ અભિનયે ઉપસ્થિત નાગરિકો અને વિદ્યાર્થીઓમાં ઊંડો પ્રભાવ છોડી માર્ગ સલામતીના મહત્વને ઉજાગર કર્યું.

કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતીના નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, તેમજ નશામુક્ત ડ્રાઈવિંગ અંગે માહિતી આપવામાં આવી. આયોજકોએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા યુવાનોમાં જવાબદાર નાગરિક બનવાની ભાવના વિકસે છે અને અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં મદદ મળે છે. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને સામાજિક સંદેશને વ્યાપક પ્રશંસા મળી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande