
ગીર સોમનાથ, 11 જાન્યુઆરી (હિ.સ.) : સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ખાતે વીર શહીદ ભાવસિંહજી જાદવની સ્મૃતિમાં ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સતત 15 મું વર્ષ છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ખાતે વીર શહીદ ભાવસિંહજીની સ્મૃતિમાં ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 15 વર્ષથી આયોજન કરવામાં આવતા આ ખેલ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શિયાળામાં ગામના બાળકો અને યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવાનો છે. ગામના યુવાનો દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઊંચી કૂદ, લાંબી કૂદ, કબડ્ડી, ગોળાફેક જેવી વિવિધ રમતો બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવે છે. બે દિવસ ચાલનારા આ કાર્યક્રમના અંતે અહીંની કમિટી દ્વારા બાળકો સન્માનિત અને યુવાનોને કરવામાં આવશે. ગામના તમામ સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ પૂર્ણ થશે અને તેઓ બધાને પ્રોત્સાહિત કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ