
ગીર સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અનન્ય ચાહક દીકરી કુ. જ્યોતિ સોલંકી સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત શૌર્ય સભામાં પહોંચી હતી, તાલાલાના રાતીધાર ગામની આ દીકરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓપરેશન સિંદૂરની સફળતા દર્શાવતું કલાત્મક સ્કેચ બનાવી, આ શૌર્યસભામાં ઉત્સાહભેર પ્રદર્શિત કર્યું હતું.
ધોરણ- ૧૦માં અભ્યાસ કરતી જ્યોતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિ:સ્વાર્થ રીતે અને ભેદભાવ વગર રાષ્ટ્રની પ્રગતિ માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે, વડાપ્રધાનએ દેશને સુરક્ષિત રાખવા અને આંતકવાદથી બચાવવા માટે સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, તેનાથી જ પ્રેરિત થઈને આ કલાત્મક સ્કેચ બનાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ સ્કેચમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચિત્ર સાથે ભારતીય સેનાના શૌર્યરૂપ 'OPERATION SINDOOR ' કલાત્મક રીતે લખ્યું છે. સાથે જ તેની તારીખ પણ દર્શાવવામાં આવી છે.
આ શૌર્યસભામાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉર્જાસભર અને પ્રેરક સંબોધન નિહાળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ