વડોદરામાં સિદ્ધપુરના જ્હાન્વીબેન શુકલનું સંસ્કૃત સેવામાં વિશેષ સન્માન
પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.)વડોદરા ખાતે આયોજિત ‘સંસ્કૃત ત્રિવેણી સંગમ’ કાર્યક્રમમાં સિદ્ધપુરના જ્હાન્વીબેન શુકલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સંરક્ષણ ક્ષેત્રે તેમના દીર્ઘકાલીન યોગ
વડોદરામાં સિદ્ધપુરના જ્હાન્વીબેન શુકલનું સંસ્કૃત સેવામાં વિશેષ સન્માન


પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.)વડોદરા ખાતે આયોજિત ‘સંસ્કૃત ત્રિવેણી સંગમ’ કાર્યક્રમમાં સિદ્ધપુરના જ્હાન્વીબેન શુકલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સંરક્ષણ ક્ષેત્રે તેમના દીર્ઘકાલીન યોગદાન બદલ આ સન્માન એનાયત કરાયું.

જ્હાન્વીબેન શુકલ વર્ષ, 1992થી સતત સંસ્કૃત ભાષાની સેવા કરી રહ્યા છે. તેઓ યોગાંજલિ સંસ્થામાં માનદ સેવા આપી બાળકોમાં સંસ્કૃત પ્રત્યે રુચિ જગાડવા અને સંસ્કાર સિંચન માટે વિશેષ કાર્ય કરી રહ્યા છે.

વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો હેતુ, સંસ્કૃત માટે સમર્પિત કાર્યકર્તાઓને બિરદાવવાનો હતો. તેમની દાયકાઓથી ચાલી રહેલી નિઃસ્વાર્થ સેવાના સન્માનથી સિદ્ધપુર પંથક અને યોગાંજલિ પરિવારમાં ગૌરવની લાગણી પ્રસરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande