
જુનાગઢ 11 જાન્યુઆરી (હિ.સ.) સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત માળીયા હાટીના તાલુકાના તમામ પ્રાથમિક શાળાના ધોરણ 1 અને 2 (પ્રજ્ઞા) ના શિક્ષકો માટે 6 બે દિવસીય તાલીમનું આયોજન બી.આર.સી. ભવન માળીયા હાટીના ખાતે કરવામાં આવ્યું હતું.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ΝΕΡ-2020 અંતર્ગત અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા, પેડાગોજી અને સત્ર-2 ના શૈક્ષણિક સાહિત્યના ઉપયોગ અંગે શિક્ષકોને માર્ગદર્શન આપવાનો હતો. આ કાર્યક્રમમાં હમીરભાઈ સિંઘવ શૈક્, જયદીપસિંહ ડોડીયા, નરેન્દ્ર ભાઈ ભંભાણા ઇન્ચાર્જ બી.આર.સી. કો-ઓર્ડનેટર ભાવેશભાઈ પરમાર, સી.આર.સી. રાજેશભાઈ ડોડીયા બી.આર.પી. દેવાભાઈ બગીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કક્ષાએ માસ્ટર ટ્રેનર તરીકે સેવા આપનાર તજજ્ઞ અલ્પેશભાઈ બાબરીયા દ્વારા આ તાલીમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં માળીયાહાટીના તાલુકાના ધોરણ 1 થી 2 ના તમામ શિક્ષકો ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ