હારીજ-ચાણસ્મા હાઇવે પર એક્ટિવા ચાલકને બચાવવાના પ્રયાસ દરમિયાન લકઝરી બસ પલટી, બેના મોત અને 18 ઈજાગ્રસ્ત
પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર ITI કોલેજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલકને બચાવવાના પ્રયાસ દરમિયાન લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી, જેમાં બે લોકોના મોત થયા અને 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. પાંચ ગામ લેઉવા
હારીજ-ચાણસ્મા હાઇવે પર એક્ટિવા ચાલકને બચાવવાના પ્રયાસ દરમિયાન લકઝરી બસ પલટી, બેના મોત અને 18 ઈજાગ્રસ્ત


હારીજ-ચાણસ્મા હાઇવે પર એક્ટિવા ચાલકને બચાવવાના પ્રયાસ દરમિયાન લકઝરી બસ પલટી, બેના મોત અને 18 ઈજાગ્રસ્ત


હારીજ-ચાણસ્મા હાઇવે પર એક્ટિવા ચાલકને બચાવવાના પ્રયાસ દરમિયાન લકઝરી બસ પલટી, બેના મોત અને 18 ઈજાગ્રસ્ત


પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર ITI કોલેજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલકને બચાવવાના પ્રયાસ દરમિયાન લકઝરી બસ પલટી ખાઈ ગઈ હતી, જેમાં બે લોકોના મોત થયા અને 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા શંખેશ્વરમાં 75 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ‘વડીલ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડીલો લકઝરી બસ મારફતે પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. બસમાં અંદાજે 36થી 37 મુસાફરો સવાર હતા. હારીજ ITI કોલેજ નજીક અચાનક એક એક્ટિવા ચાલક સામે આવતા બસ ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ એક્ટિવા સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ અને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર મુસાફરો એકબીજા પર પડી ગયા હતા અને ભારે ચીસાચીસ મચી ગઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હારીજની સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે પાટણની જનતા અને ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધારપુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોના નામ આ મુજબ છે: હરગોવનભાઈ ગંગારામભાઈ પટેલ, રજનીકાંત બબલભાઈ પટેલ, મોહનભાઈ ગોરધનભાઈ પટેલ (ગંભીર), બાબુભાઈ પ્રેમજીભાઈ પટેલ, મણિલાલ ગોવિંદભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ખોડીદાસ પટેલ અને ડાયાભાઈ હરિભાઈ પટેલ.

આ અકસ્માતમાં બસમાં સવાર 74 વર્ષીય બાબુભાઈ નાગજીભાઈ પટેલ (રહે. સંડેર ગામ) તથા એક્ટિવા ચાલક 35 વર્ષીય ઠાકોર મહેશજી નારણજી (સરવાલ ગામ, તા. હારીજ)ના મોત થયા છે. ઘટનાના સમાચાર મળતા જ પરિવારજનો અને સમાજના અગ્રણીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યારે પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande