
પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.) : પાટણના પીપળા ગેટ ભીલવાસ સામે આવેલી રામીની વાડીમાં 11 જાન્યુઆરી, 2025ના રોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિ હોસ્પિટલ, પાટણ તથા ભીલ સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરોના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં અંદાજે 60 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.
કેમ્પમાં જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડો. ભાવના તેજાભાઈ વેણ તથા ડેન્ટલ સર્જન ડો. સાગર એ. મોદીએ તેમની સેવાઓ આપી હતી. દર્દીઓને હરસ, મસા, કિડની પથરી, પ્રોસ્ટેટ, એપેન્ડિક્સ, સ્તન ગાંઠ, પેટ-આંતરડાના રોગો તેમજ દાંત સંબંધિત તકલીફોની મફત તપાસ અને દવાઓ આપવામાં આવી હતી.
હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ સુવ્યવસ્થિત સેવા પૂરી પાડવામાં આવી હતી. સુનીલ રાણા, તુલસીભાઈ ભીલ, વિશલદેવભાઈ ભીલ, રાજુભાઈ ભીલ, અશોકભાઈ ભીલ, પ્રહલાદભાઈ ભીલ, અશ્વિનભાઈ ભીલ, નટુભાઈ ભીલ, અક્ષિલ રાણા અને વિજયભાઈ ભીલ સહિતના ભીલ સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ કેમ્પને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ