પ્રધાનમંત્રી મોદી 108 અશ્વો સાથે સોમનાથની શૌર્ય યાત્રામાં જોડાયા, ભક્તોની ભારે ભીડ ઉમટી
સોમનાથ, 11 જાન્યુઆરી (હિ.સ.)-સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય શૌર્ય યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. નિર્ધારિત રૂટ પર અશ્વસવારો સાથે યોજાયેલી આ યાત્રામાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ
પીએમ મોદી 108 અશ્વો સાથે સોમનાથની શૌર્ય યાત્રા


પીએમ મોદી 108 અશ્વો સાથે સોમનાથની શૌર્ય યાત્રા


સોમનાથ, 11 જાન્યુઆરી (હિ.સ.)-સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય શૌર્ય યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. નિર્ધારિત રૂટ પર અશ્વસવારો સાથે યોજાયેલી આ યાત્રામાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. થોડા સમયમાં વડાપ્રધાન સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે અને ત્યારબાદ જનસભાને સંબોધિત કરશે.

સોમનાથ સ્વાભિમાન પર્વની ઐતિહાસિક શૌર્ય યાત્રામાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાયા ત્યારે શંખ સર્કલ પર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી નારા ગુંજ્યા હતા. હજારો ભક્તોએ પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર ઉમટેલી વિશાળ જનમેદનીનું અભિવાદન કર્યું હતું.

સોમનાથના ઇતિહાસની સૌથી મોટી શૌર્ય યાત્રા

સોમનાથના ઇતિહાસની આ સૌથી મોટી શૌર્ય યાત્રા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક બની. યાત્રા માર્ગ પર વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારોએ ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરતી મનમોહક સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી.

આ યાત્રામાં વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને શિક્ષણ મંત્રી ડો. પ્રઘુમન વાજા પણ સહભાગી થયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande