જામનગરમાં પોલીસ દ્વારા વધુ એકવાર ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી, અનેક વાહનચાલકો દંડાયા
જામનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે. શહેરમાં સીટી બી-ડિવિઝનના પી.એસ.આઇ એમ.બી. મોઢવાડિયાની આગેવાનીમાં ગઈકાલે શનિવારે સાંજે અને આજે રવિવારે સવારે ત્રણ બત્તી
ટ્રાફિક દંડ


જામનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે. શહેરમાં સીટી બી-ડિવિઝનના પી.એસ.આઇ એમ.બી. મોઢવાડિયાની આગેવાનીમાં ગઈકાલે શનિવારે સાંજે અને આજે રવિવારે સવારે ત્રણ બત્તી પાસે આવેલ રામ ડેરી સામેના વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી.

આ દરમિયાન ટુ વ્હીલરમાં ડોક્યુમેન્ટ ઉપરાંત ચાલકના લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. વધુમાં ફોરવીલમાં કાળા કાચ સીટ બેલ્ટ સહિતની તપાસ કરવામાં આવી હતી.

જે દરમિયાન અનેક વાહન ચાલકો નિયમભંગ બદલ પોલીસ ઝપટે ચડ્યા હતા. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ફોરવ્હીલ તથા ટુ-વ્હીલ વાહનોને રોકી ચેકિંગ કરતા ચેકિંગ દરમ્યાન અમુક ટુ-વ્હીલ વાહનચાલકો પાસે જરૂરી દસ્તાવેજોની અછત જણાતા કુલ રૂ.11,500 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande