
પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.) : મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને રાધનપુર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે કડક કાર્યવાહી કરી હતી. આ દરમિયાન પોલીસે ત્રણ ઈસમોને ઝડપી પાડીને ચાઈનીઝ દોરીની મોટી જથ્થો જપ્ત કર્યો હતો.
રાધનપુરની રાજનગર સોસાયટીના રહેવાસી રવિ રાવળ પાસેથી ચાઈનીઝ દોરીની 12 ફીરકીઓ જપ્ત કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત ₹2,400/- છે.
અન્ય કાર્યવાહીમાં કિર્ષ્યાહેરિટેઝ, રાધનપુરના રહેવાસી યતિન ઠક્કર પાસેથી 59 ફીરકીઓ મળી આવી હતી, જેની કિંમત ₹26,750/- આંકવામાં આવી છે.
ત્રીજા કિસ્સામાં રાજનગર સોસાયટીના રહેવાસી ધીરુ પ્રજાપતિ પાસેથી 5 ફીરકીઓ જપ્ત કરી હતી, જેની કિંમત ₹2,000/- છે. આ રીતે કુલ 76 ફીરકીઓ અને ₹31,150/-નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે દોરી વેચાણમાં સંડોવાયેલા ઈસમો સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ