
ગીર સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ સ્વાભિમાન પર્વમાં આયોજિત શૌર્ય સભામાં લોકોએ 'શાશ્વત અને અવિનાશી સોમનાથ', ' અખંડ ભારત -અંખડ સોમનાથ', ' શૌર્ય અને સાહસની ગાથા', 'સંકલ્પ અને સ્વાભિમાનની ગાથા', લોખંડી પુરુષની સંકલ્પ ગાથા' 'આસ્થા અમર છે' જેવા સંદેશ આપતા પ્લે કાર્ડ દર્શાવી ભારતીય અસ્મિતાના પ્રતિકરૂપ સોમનાથની ગાથાના ઉજાગર કરી હતી.
આ ઉપરાંત આધુનિક ભારતની નેમને ચરિતાર્થ કરતા 'વિકસિત ભારત - ૨૦૪૭', ' સર્વજન હિતાય- સર્વજન સુખાય', ' આત્મનિર્ભર યુવા અને આત્મનિર્ભર ભારત', ' મારી ધરતી - મારી પ્રોડક્ટ' સહિતના પ્લે કાર્ડ દ્વારા વડાપ્રધાનના વિઝનને ઉજાગર કરતા, આ પ્લે કાર્ડે દ્વારા પ્રેરક સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. આ શૌર્યસભામાં ઉપસ્થિત લોકોએ પોતાના પ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આગમનને આ પ્લે કાર્ડ ઊંચા કરી વધાવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ