સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાનની સભામાં જનઉત્સાહનું અનોખું દૃશ્ય, સોમનાથના રહેવાસી રક્ષા બહેન પરમાર વડાપ્રધાન સભામાં જાતે તૈયાર કરેલા ખાસ ચિત્રો લઈ ને આવ્યા
સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભામાં જનસાગર ઉમટી પડ્યો હતો. સમગ્ર સભા સ્થળે ભક્તિ, ગૌરવ અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સોમનાથની નિવાસી રક્ષાબહેન પરમાર ખાસ
સોમનાથ સ્વાભિમાન પર્વમાં


સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભામાં જનસાગર ઉમટી પડ્યો હતો. સમગ્ર સભા સ્થળે ભક્તિ, ગૌરવ અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે સોમનાથની નિવાસી રક્ષાબહેન પરમાર ખાસ તૈયાર કરેલું ચિત્ર લઈને આવ્યા હતાં તેમણે માતા હીરાબા અને વડાપ્રધાન શ્રીનો પેન્સિલ સ્કેચ અને અન્ય એક ચિત્ર તૈયાર કર્યું હતું. તેઓ આ ચિત્રો લઈ વડાપ્રધાન પ્રત્યે લાગણી વ્યક્ત આવ્યા હતા.

તેમણે ભાવુક શબ્દોમાં જણાવ્યું કે, સોમનાથની પવિત્ર ભૂમિ પર જન્મ થયો તેનું ગૌરવ આજે બમણું થઈ ગયું છે. અડગ સ્વાભિમાન અને રાષ્ટ્ર ચેતનાના પ્રતિક સમા સોમનાથ ક્ષેત્ર તથા પ્રભાસની ધરતીને વડાપ્રધાનના નેતૃત્વ દ્વારા વૈશ્વિક સ્તરે વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું છે.

સોમનાથની દીકરી તરીકે શ્રીમતી દક્ષાબહેન પરમારે વડાપ્રધાન પ્રત્યે આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર પ્રસંગે સોમનાથ સ્વાભિમાન પર્વનું મહાત્મ્ય વધુ ઉજાગર થયું હતું અને ઉપસ્થિત જનમેદનીમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande