કેસરી સાફામાં સજ્જ વડીલોએ વ્યક્ત કર્યો, વડાપ્રધાન પ્રત્યે સ્વાભિમાન અને શૌર્યનો ભાવ
સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ ખાતે યોજાયેલી શૌર્ય સ્વાભિમાન સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વરિષ્ઠ નાગરિકોની અનોખી લાગણી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વેરાવળના સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટના ૬૫થી વધુ વડીલો એકસરખા કેસરી સાફા બાંધી શૌર્ય સ્વાભ
કેસરી સાફામાં સજ્જ વડીલોએ


સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ ખાતે યોજાયેલી શૌર્ય સ્વાભિમાન સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વરિષ્ઠ નાગરિકોની અનોખી લાગણી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

વેરાવળના સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટના ૬૫થી વધુ વડીલો એકસરખા કેસરી સાફા બાંધી શૌર્ય સ્વાભિમાન સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનના સ્વાગત-સન્માન સાથે રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટ વેરાવળના પ્રમુખ, દીપકભાઈ ટીલાવતે જણાવ્યું હતું કે, “સોમનાથની પવિત્ર ભૂમિ પર આવી ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો અમને ગર્વ છે. વડાપ્રધાન પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવા માટે અમે સૌએ કેસરી સાફા બાંધી તેમનું સ્વાગત-સત્કાર કરવાનો નિર્ધાર કર્યો છે.”

શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રચેતનાના પ્રતિક સમી આ સભામાં વરિષ્ઠ નાગરિકોની ઉત્સાહી હાજરીએ સમગ્ર વાતાવરણને ગૌરવસભર અને પ્રેરણાદાયી બનાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande