
સોમનાથ, 11 જાન્યુઆરી (હિ.સ.) અશ્વ શોર્યતાનું પ્રતીક મનાય છે. ભારતીય સંસ્કૃતિની અજય ગાથામાં શૂરવીરોની શૂરવીરતામાં અશ્વની પણ એક અલગ ગાથા છે. સોમનાથ મહાદેવની સામે હમીરસિંહ ગોહિલની અશ્વ પરની પ્રતિમા સોમનાથની સાંસ્કૃતિક ભવ્ય વિરાસતને અખંડ - અજેય અને શાશ્વતતા સાથે યુવા પેઢીને પ્રેરણા આપે છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળેલી ઐતિહાસીક શૌર્ય યાત્રામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યાત્રાના ૧૦૮ અશ્વ હમીરસિંહ સર્કલ તરફ આગળ વધ્યા ત્યારે ઋષિ કુમારોએ શંખનાદ કરી ડમરુ હાથમાં લઈ સોમનાથની ભવ્યતા દિવ્યતા અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ