
સોમનાથ, 11 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી શૌર્ય સ્વાભિમાન સભામાં ઉપસ્થિત રહેલા ભાઈઓ-બહેનો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ભંડાર (પ્રસાદ વ્યવસ્થા) શરૂ કરવામાં આવ્યો હતો. આ ભંડારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી જંગી જનમેદનીને શુદ્ધ, સાત્વિક તથા પૌષ્ટિક ભોજન-પ્રસાદ પીરસવામાં આવ્યો. સભામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ શિસ્તબદ્ધ રીતે પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા, ગુણવત્તા અને વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન રાખીને આ ભંડારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી દરેકને સુવ્યવસ્થિત રીતે પ્રસાદ મળી રહે.
આ પ્રસંગે સેવાભાવી સંસ્થાઓ, સ્વયંસેવકો તથા વિવિધ વિભાગોના કર્મચારીઓએ સહયોગ આપી પ્રસાદ વિતરણની કામગીરી સફળ બનાવી હતી. સમગ્ર આયોજન દરમિયાન વ્યવસ્થા, સ્વચ્છતા અને સેવા ભાવનાની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ