સિદ્ધપુરમાં ઠાકોર સેનાની બેઠક યોજાઈ:26 જાન્યુઆરીના મહાસંમેલનના આયોજન અંગે ચર્ચા કરાઈ.
પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુરના ખોડીયાર પુરા વિસ્તારમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ગ્રામ સમિતિની ગત રાત્રીએ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી 26 જાન્યુઆરીના રોજ યોજાનારા મહાસંમેલનના આયોજન અને તેમાં મોટી સંખ્યામાં જોડાવા અંગે ચર્ચા કરવામાં આવી
સિદ્ધપુરમાં ઠાકોર સેનાની બેઠક યોજાઈ:26 જાન્યુઆરીના મહાસંમેલનના આયોજન અંગે ચર્ચા કરાઈ.


પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુરના ખોડીયાર પુરા વિસ્તારમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ગ્રામ સમિતિની ગત રાત્રીએ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી 26 જાન્યુઆરીના રોજ યોજાનારા મહાસંમેલનના આયોજન અને તેમાં મોટી સંખ્યામાં જોડાવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ખોડીયાર પુરા સમિતિના નવા પ્રમુખની પણ નિમણૂક કરાઈ હતી.

આ મહત્વપૂર્ણ બેઠક ખોડીયાર પુરા વિસ્તાર ખાતે શનિવારની રાત્રે બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સિદ્ધપુર શહેરના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય એજન્ડા આગામી ૨૬ જાન્યુઆરીના રોજ યોજાનારું મહાસંમેલન હતું. શહેરના હોદ્દેદારો દ્વારા આ સંમેલનમાં વિસ્તારના લોકો ઉત્સાહભેર સહભાગી થાય તે માટે વિશેષ ચર્ચા કરાઈ હતી અને વધુમાં વધુ સંખ્યામાં સંમેલનમાં પહોંચવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન સંગઠનાત્મક ફેરફાર કરતા ખોડીયાર પુરા વિસ્તારની ગ્રામ સમિતિના પ્રમુખ તરીકે રાજુજી રવાજી ઠાકોરની વિધિવત નિમણૂક કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ રાજુજી રવાજી ઠાકોરનું ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સિદ્ધપુર શહેરના હોદ્દેદારો સહિત ખોડીયાર પુરા વિસ્તારના ભાઈઓ, માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande