જામનગરમાં બિલ્ડરને લેન્ડગ્રેબીંગ કેસમાં સંડોવી દેવાની ધમકી આપી, ખંડણી માંગવા મામલે બે શખ્સોની ધરપકડ
જામનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરના એક બિલ્ડરને લેન્ડ ગ્રેબીંગના કેસમાં સંડોવી દેવાની ધમકી આપીને રૂ.50 લાખની ખંડણી માંગ્યાની વિશાલ કણસાગરા નામની આઈડી ધારક સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઈમ પોલીસે આ કેસમાં જામનગરના બ
ધરપકડ


જામનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરના એક બિલ્ડરને લેન્ડ ગ્રેબીંગના કેસમાં સંડોવી દેવાની ધમકી આપીને રૂ.50 લાખની ખંડણી માંગ્યાની વિશાલ કણસાગરા નામની આઈડી ધારક સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઈમ પોલીસે આ કેસમાં જામનગરના બે શખસોની પુછપરછ કરતાં નાણાકીય વ્યવહારો થયાનું સામે આવતાં બંનેની ધરપકડ કરીને અદાલતમાં રજુ કરતાં અદાલતે બંનેને જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે.

સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં શહેરના વ્રજ વાટિકા સોસાયટી શેરી નંબર-3માં રહેતા સ્મિત જેન્તીભાઈ પરમાર નામના યુવકે વિશાલ કણસાગરા આઈડી ધારક તથા પરસોતમ મહેન્દ્ર પરમાર નામના શખસ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેને તા.24 ડિસેમ્બરે મિત્ર મહેશભાઈ વિનોદભાઈ કણજારીયા ઉર્ફે મહેશ ભુવાજી એ વાત કરી હતી કે પરસોત્તમભાઈ મહેન્દ્રભાઈ પરમાર તેને જણાવતો હતો કે, આવતીકાલે (તા.25 ડિસે.ના રોજ) સુમિત જેન્તીભાઇ પરમાર, નીતિન જેન્તીભાઇ પરમાર એવી પોસ્ટ આવી હતી. જે મામલે પરસોતમને ફોન કરતા તેને કહ્યું કે પતાવવું હોય તો આ આઇડી ધરાકને કણસાગરા નામવાળી આઈડીના ધારક સાડીવાળા ફોટા તેમજ અન્ય વિગતો જે ન ઓળખું છું.

બાદમાં ફેસબુક આઈ.ડી. ધારકે સોશ્યલ મીડીયા કોલમાં વાત કરીને કહ્યું કે મારો તો આ ધંધો છે. તમારે પતાવવુ હોય તો 50 લાખ રૂપિયા આપવા પડશે. બાદમાં આ પ્રકરણમાં ખોડુભાઈ નામના સબંધીએ વીશાલ કણસાગરા આઈડી ધારક સાથે વાત કરતા મામલો રૂ.23 લાખમાં સેટલ થયો હતો. પરસોતમ જવાબદારી લેતો હોય તો પોસ્ટ ડીલીટ કરે છે.

બીજા દિવસે તા. 26/12/2025 ના રોજ વિશાલ કણસાગરા નામની આઈ.ડી. ઉપરથી સ્મિતને ફેસબુકમાં ફોન આવ્યો અને એવી વાત કરી હતી કે તમારા કાળા કૌભંડનો કાચો ચિઠ્ઠો મારી પાસે આવી ગયો છે. લેન્ડ ગ્રેબિગના ગુનામાં ફીટ ન થવું હોય તો પરષોતમને વાત કરી છે તે મુજબ રૂપિયા 23 લાખ જુનાગઢ મોકલાવી આપો. નહિતર હું કોઇપણ વ્યક્તિને તમારી વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીગની ખોટી ફરીયાદ કરવા ઉભો કરીશ.તેમ આઈડી ધારકે જણાવ્યું હોવાનું ફરિયાદના અંતે જણાવાયું છે.

જો કે, બિલ્ડરે આ મામલે પોલીસની મદદ લેતાં જ પોલીસે પરસોતમ મહેન્દ્ર પરમાર અને હેમંત કણસાગરા નામના બે શખસોને પકડી પાડીને પુછપરછ કરીને અદાલતમાં રજુ કર્યા બાદ અદાલતે બંનેને જ્યુડિશયલ કસ્ટડી (જેલ)માં મોકલવા આદેશ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande