
ગીર સોમનાથ, 12 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સ્વાભિમાન પર્વ એટલે અતૂટ શ્રદ્ધા, અતૂટ આસ્થા, ભક્તિ અને આધ્યાત્મિકતાના 1000 વર્ષના ગૌરવમય ઇતિહાસનું સાક્ષી બનવાનો પાવન અવસર. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને અખિલ ગુજરાત માછીમાર મહા મંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા સોમનાથ મંદિરની સામે દરિયામાં સોમનાથ મહાદેવની સંધ્યાની આરતી સમયે સોમનાથ મંદિર સામે 54,IBM બોટ અને54,OBMબોટ કુલ 108,બોટો દરિયામા રાખવામા આવેલ હતી અને રંગબેરંગી લાઈતો દ્વારા આ નજારો સુશોભિત કરવામાં આવ્યો હતો.
ૐ કાર સમયે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ દરિયા વચ્ચે માછીમાર પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા તૈયાર કરેલ દરિયા વચ્ચે બોટો દ્વારા એક ગામ બનાવેલ તે જોઈ આકાશન થયાં હતા જારે દરિયા વચ્ચે એક ગામ હોય તેવો નજારો જોઈ આ અવસરે ગુજરાત સમસ્ત ખરવા સમાજના ઉપપ્રમુખ અને વેરાવળ સમજતા ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા તેમજ વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના તમામ માછીમાર ભાઈઓએ 2 દિવસ સુધી ધંધા રોજગાર બંધ રાખી અને સોમનાથ સ્વાભિમાન પર્વ પ્રેરણાદાયક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ ઈતિહાસીક પર્વ ને વધુ ને વધુ ભવ્ય બનાવવા મા સહભાગી બન્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ