એએમએ દ્રારા “એલોપેથી – આયુર્વેદ:ચોકસાઈ અને શાણપણનો સમન્વય વિષય પર ડૉ.ચાર્લ્સ એલ્ડર દ્રારા વિશેષ વ્યાખ્યાન
અમદાવાદ, 12 જાન્યુઆરી (હિ.સ.) : એલોપેથી ઇમરજન્સી સારવાર અને સ્ટ્રક્ચરલ મેડિસિનમાં શ્રેષ્ઠ છે, જ્યારે આયુર્વેદ ફંક્શનલ ડિસઓર્ડર (શારીરિક ક્રિયા સંબંધી વિકૃતિઓ) સુધારવામાં અજોડ છે. ચિકિત્સા પધ્ધતિઓના આ સમન્વયમાં તબીબી રૂઢિચુસ્તતાને બદલે દર્દીનું કલ્ય
એએમએ દ્રારા એલોપેથી – આયુર્વેદ ચોકસાઈ અને શાણપણનો સમન્વય વિષય પર ડૉ.ચાર્લ્સ એલ્ડર દ્રારા વિશેષ વ્યાખ્યાન


અમદાવાદ, 12 જાન્યુઆરી (હિ.સ.) : એલોપેથી ઇમરજન્સી સારવાર અને સ્ટ્રક્ચરલ મેડિસિનમાં શ્રેષ્ઠ છે, જ્યારે આયુર્વેદ ફંક્શનલ ડિસઓર્ડર (શારીરિક ક્રિયા સંબંધી વિકૃતિઓ) સુધારવામાં અજોડ છે. ચિકિત્સા પધ્ધતિઓના આ સમન્વયમાં તબીબી રૂઢિચુસ્તતાને બદલે દર્દીનું કલ્યાણ કેન્દ્રસ્થાને હોય છે.અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન દ્રારા “એલોપેથી – આયુર્વેદ: ચોકસાઈ અને શાણપણનો સમન્વય” વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વ્યાખ્યાન અમેરિકાના ઇન્ટિગ્રેટિવ મેડિસિન ક્ષેત્રના વૈશ્વિક અગ્રણી ડૉ.ચાર્લ્સ એલ્ડર (MD, MPH, FACP) દ્રારા સંબોધન કરવામાં આવ્યું હતું કે જેઓ ડૉ. એલ્ડર કૈઝર પરમેનેન્ટ નોર્થવેસ્ટ અને ઓરેગન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી, યુએસએ ખાતે ઇન્ટિગ્રેટિવ મેડિસિન વિભાગના ચેર અને ફેલોશિપ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

ડૉ.ચાર્લ્સ એલ્ડરે જણાવ્યું હતું કે,“આરોગ્ય સંભાળનું ભવિષ્ય બંને ચિકિત્સા પધ્ધતિઓના શ્રેષ્ઠ સમન્વયમાં રહેલું છે.

એલોપેથી આપણને અત્યાધુનિક નિદાન અને તાત્કાલિક સારવારની ચોકસાઈ આપે છે,જ્યારે આયુર્વેદ આપણને વ્યક્તિગત જીવનશૈલી, આહાર અને રોગના મૂળ કારણને અટકાવવાનું કાલજયી શાણપણ પ્રદાન કરે છે. આ બંને પ્રણાલીઓને એકીકૃત કરીને, આપણે માત્ર રોગની સારવાર જ નથી કરતા, પરંતુ વ્યક્તિને સ્વાસ્થ્ય અને સંતુલનની કુદરતી સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે સક્ષમ બનાવીએ છીએ.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande