
ગીર સોમનાથ 13 જાન્યુઆરી (હિ.સ.) ‘સોમનાથ સ્વાભિમાન પર્વ-આસ્થાના અતૂટ ૧૦૦૦ વર્ષ’ની ઉજવણી અંતર્ગત સમગ્ર પ્રભાસતીર્થ રોશનીથી ઝળહળી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં રંગેચંગે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. હજારો શ્રદ્ધાળુઓ આસ્થા અને ભક્તિના આ પર્વને માણી રહ્યાં છે.
આ ઉજવણી અંતર્ગત શહેરના અનેક મહત્વના સ્થળો અને પ્રતિમાઓ રોશનીથી ઝગમગી રહ્યાં છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થતાં ઘૂઘવતા સાગર કિનારે આવેલા સરકારી અતિથી ગૃહમાં પણ રોશની કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રભાસની પાવન ભૂમિ પર ચાલી રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ને શ્રદ્ધાળુઓ ઉત્સાહથી માણી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં યોજાઈ રહેલું આ પર્વ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ