ઉત્તરાયણમાં પાટણ જિલ્લામાં પક્ષીઓ માટે કરુણા અભિયાન અંતર્ગત 275 લોકોની ટીમ કાર્યરત રહેશે.
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે 20 જાન્યુઆરી, 2026 સુધી ‘કરુણા અભિયાન’ હાથ ધરાશે. આ અભિયાન અંતર્ગત વન વિભાગના 105 કર્મચારીઓ, 18 પશુ ચિકિત્સા અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના
ઉત્તરાયણમાં પાટણ જિલ્લામાં પક્ષીઓ માટે કરુણા અભિયાન અંતર્ગત 275 લોકોની ટીમ કાર્યરત રહેશે.


પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે 20 જાન્યુઆરી, 2026 સુધી ‘કરુણા અભિયાન’ હાથ ધરાશે. આ અભિયાન અંતર્ગત વન વિભાગના 105 કર્મચારીઓ, 18 પશુ ચિકિત્સા અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના 152 સ્વયંસેવકો સહિત કુલ 275 લોકોની ટીમ કાર્યરત રહેશે. પક્ષીઓની સારવાર માટે જિલ્લામાં 1 કન્ટ્રોલ રૂમ, 11 કલેક્શન સેન્ટર અને 15 સારવાર કેન્દ્રો મળી કુલ 27 કેન્દ્રો શરૂ કરાયા છે.

ઈજાગ્રસ્ત પક્ષીઓ માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર 1926 અને કરુણા એમ્બ્યુલન્સ માટે 1962 નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત પાટણ વન વિભાગના કન્ટ્રોલ રૂમ નંબર 02766-225850 તેમજ વોટ્સએપ નંબર 8320002000 પર ‘hi’ અથવા ‘Karuna’ લખીને નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવી શકાશે.

ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ માંઝા, સિન્થેટિક અને પ્લાસ્ટિકની દોરીના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે અને તેની અમલવારી માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. વન વિભાગે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ઉડાડવા અપીલ કરી છે. ગત વર્ષોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના જીવ બચ્યા હોવાથી આ વર્ષે પણ સેવાભાવી સંસ્થાઓના સ્વયંસેવકો અભિયાનમાં જોડાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande