કુણઘેર ગામે પૂર્ણા યોજના અંતર્ગત ‘પૂર્ણા ની ઉડાન’ પતંગ મહોત્સવ યોજાયો
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લાના કુણઘેર ગામે મંગળવારે પૂર્ણા યોજના અંતર્ગત ‘પૂર્ણા ની ઉડાન’ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 70થી વધુ કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ તેમની હિમોગ્લોબિનની ચકાસણી પણ કરવામાં આ
પૂર્ણા યોજના અંતર્ગત


પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લાના કુણઘેર ગામે મંગળવારે પૂર્ણા યોજના અંતર્ગત ‘પૂર્ણા ની ઉડાન’ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 70થી વધુ કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ તેમની હિમોગ્લોબિનની ચકાસણી પણ કરવામાં આવી હતી.

આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરે કિશોરીઓને પૂર્ણા યોજના વિશે વિસ્તૃત માહિતી આપી અને પૂર્ણા શક્તિમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરાવી સ્વાસ્થ્ય અને પોષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સર્વાધિક હિમોગ્લોબિન ધરાવનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર કિશોરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ઉપરાંત તમામ ભાગ લેનાર કિશોરીઓને પૂર્ણા લોગોવાળી ટી-શર્ટ, કેપ, પતંગ અને ફિરકી આપવામાં આવી અને યોજના સંબંધિત સંદેશાઓ સાથે પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande