
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.) પાટણ તાલુકાના બબાસણા ગામે આજે કૂવામાં પડી ગયેલા બે ગલુડિયાઓને ‘કરુણા અભિયાન 2026’ અંતર્ગત વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ બચાવ કામગીરીમાં વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર વી.એલ. દેસાઈ અને વન રક્ષક બી.એન. ચૌધરી સાથે અબોલ જીવદયા ટ્રસ્ટના રાજુ રાવળ, જીતેન્દ્રસિંહ રાજપૂત અને અનિલ રાવળ જોડાયા હતા.રેસ્ક્યુ દરમિયાન બબાસણા ગામના પૂર્વ સરપંચ હરગોવિંદ દેસાઈ સહિત ગામની યુવા ટીમે પણ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. સમગ્ર બચાવ કામગીરી પાટણના નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ