ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય મુજબ ચાલશે
ભાવનગર 15 જાન્યુઆરી (હિ.સ.) પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે જાણ કરવામાં આવે છે કે મુંબઈ મંડળ દ્વારા પ્રસ્તાવિત ઓપરેશનલ કામ અંગે અગાઉ જાહેર કરાયેલ સૂચનાઓ હોવા છતાં હવે ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસના સંચાલન પર કોઈ અસર પ
વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ


ભાવનગર 15 જાન્યુઆરી (હિ.સ.) પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે જાણ કરવામાં આવે છે કે મુંબઈ મંડળ દ્વારા પ્રસ્તાવિત ઓપરેશનલ કામ અંગે અગાઉ જાહેર કરાયેલ સૂચનાઓ હોવા છતાં હવે ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસના સંચાલન પર કોઈ અસર પડશે નહીં.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર સંબંધિત કામ નિર્ધારિત તારીખ પહેલાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. તેથી તારીખ 16 જાન્યુઆરી 2026થી ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય, માર્ગ અને ઠેરાવ મુજબ સામાન્ય રીતે સંચાલિત થશે. આ ટ્રેન માટે અગાઉ જાહેર કરાયેલ કોઈપણ પ્રકારનું પુનર્નિર્ધારણ અથવા નિયમન રદ્દ માનવામાં આવે.

ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને વિનંતી કરી છે કે મુસાફરી પહેલાં અને દરમિયાન તાજી માહિતી માટે NTES એપ અથવા રેલવેના અધિકૃત માધ્યમોનું નિયમિત અવલોકન કરતા રહે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande