ઉતરાયણની રાત્રે વડોદરામાં સીઝનની સૌથી ઠંડી, તાપમાન 10 ડિગ્રી સુધી લુઢક્યું
વડોદરા, 15 જાન્યુઆરી (હિ.સ.) : વડોદરામાં ઉત્તરાયણની રાત્રે ઠંડીનો પારો અચાનક ભારે ઘટી ગયો હતો. શહેરમાં તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જે આ સિઝનનો સૌથી ઠંડો દિવસ ગણાય છે. ગઈકાલે શહેરમાં તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે માત્ર એક જ દિ
રાજ્યમાં વડોદરા સૌથી ઠંડું શહેર,અઠવાડિયામાં ઠંડીનો પારો 11 ડિગ્રી ગગડ્યો


વડોદરા, 15 જાન્યુઆરી (હિ.સ.) : વડોદરામાં ઉત્તરાયણની રાત્રે ઠંડીનો પારો અચાનક ભારે ઘટી ગયો હતો. શહેરમાં તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જે આ સિઝનનો સૌથી ઠંડો દિવસ ગણાય છે. ગઈકાલે શહેરમાં તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે માત્ર એક જ દિવસમાં ચાર ડિગ્રીથી વધુ ઘટાડા સાથે આજે તાપમાન સીધું 10 ડિગ્રી પર આવી પહોંચ્યું છે.

મહત્વની વાત એ છે કે અગાઉ આ સિઝનમાં સૌથી ઓછું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ આજે તે રેકોર્ડ પણ તૂટી ગયો છે. ઉત્તરાયણના દિવસે અચાનક વધેલી ઠંડીથી લોકો ગરમ કપડાંમાં લપેટાઈ ગયા હતા અને વહેલી સવારથી ઠંડીનો તીવ્ર અહેસાસ થયો હતો.

શહેરમાં ઠંડીનો પ્રભાવ વધતા લોકો અગ્નિકુંડ, ચા-કોફી અને ગરમ વસ્ત્રોની મદદ લઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande