
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર શહેરની પ્રતિષ્ઠિત શેઠ એમ.પી. શૈક્ષણિક સંકુલ દ્વારા ધોરણ 6 થી 12ના કુલ 160 વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કચ્છ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ કચ્છના વિવિધ ધાર્મિક, ઐતિહાસિક તેમજ ભૌગોલિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લીધી. આ મુલાકાતોથી વિદ્યાર્થીઓને સ્થળો વિશે પ્રત્યક્ષ અનુભવ સાથે વિસ્તૃત અને ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ, જેના પરિણામે તેમના જ્ઞાનમાં નોંધપાત્ર વધારો થયો.
આ સમગ્ર પ્રવાસનું આયોજન સંચાલક મંડળના જયેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હિતેશ પટેલ તથા સ્ટાફ મિત્રો સંજય, ભરત, ભાવના, પ્રેમિલા અને મિત્તલના સહયોગથી પ્રવાસ સફળ રહ્યો. પ્રવાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ