સુત્રાપાડામાં માંધાતા પ્રાગટ્ય મહોત્સવ ઐતિહાસિક ગૌરવ સાથે સંપન્ન ભવ્ય શોભાયાત્રા, મૂર્તિ અનાવરણ અને મહા બ્લડ ડોનેશન કેમ્પ સફળતાપૂર્વક યોજાયા
ગીર સોમનાથ 15 જાન્યુઆરી (હિ.સ.) સુત્રાપાડાની પાવન ધરા પર આયોજિત માંધાતા ભગવાનના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા, માંધાતા ભગવાનની મૂર્તિ અનાવરણ વિધિ તથા મહા બ્લડ ડોનેશન કેમ્પ ભવ્ય આયોજન અનેસફળતાપૂર્વક સંપન્ન થયો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન
સુત્રાપાડામાં  માંધાતા પ્રાગટ્ય મહોત્સવ


ગીર સોમનાથ 15 જાન્યુઆરી (હિ.સ.) સુત્રાપાડાની પાવન ધરા પર આયોજિત માંધાતા ભગવાનના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા, માંધાતા ભગવાનની મૂર્તિ અનાવરણ વિધિ તથા મહા બ્લડ ડોનેશન કેમ્પ ભવ્ય આયોજન અનેસફળતાપૂર્વક સંપન્ન થયો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભક્તિભાવ, એકતા અને સામાજિક સમર્પણનું અદભુત દૃશ્ય જોવા મળ્યું હતું.

આ ભવ્ય અને પાવન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ અને પ્રોત્સાહન આપનાર જૂનાગઢ–ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સુત્રાપાડાના પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ, ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી દિલીપભાઈ બારડ, ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, માંગરોળના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ નગરપાલિકાના તમામ માનનીય સભ્યો, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન બાબુભાઈ પરમાર, સુત્રાપાડા તથા તાલુકા કોળી સમાજના પ્રમુખ મેરામણભાઈ, વેરાવળ તથા સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સરપંચઓ, વેરાવળ, પાટણ અને બંદર વિસ્તારના પટેલઓ, આગેવાનો, વિવિધ સમાજોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા 13 વર્ષથી સતત તપસ્યા, સમાજમાં જાગૃતિ, એકતા અને સંગઠન માટે અવિરત પ્રયત્નો, નિયમિત બેઠક અને વિચારવિમર્શ દ્વારા માંધાતા ભગવાનના વિચારને જનજન સુધી પહોંચાડવાનું પવિત્ર કાર્ય શ્રી માંધાતા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે.

આ ઐતિહાસિક ક્ષણને સાકાર કરવા માટે માંધાતા ગ્રુપના પ્રમુખશ્રી રામભાઈ ચૌહાણ, હરેશભાઈ કામલિયા સહિત ગ્રુપના તમામ કાર્યકર્તાઓએ રાત-દિવસ જોયા વગર, નિઃસ્વાર્થ ભાવથી પોતાના ઇષ્ટદેવ શ્રી માંધાતા ભગવાનને સૂત્રાપાડામાં સ્થાયી કરવા અવિરત મહેનત કરી, જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત બની છે.

આ ઉપરાંત સૂત્રાપાડાના ગ્રામજનોએ પણ વ્યવસ્થા, સેવા, સ્વચ્છતા, શોભાયાત્રા તથા અન્ય તમામ કામગીરીમાં જે ઉત્સાહ, એકતા અને સમર્પણ દર્શાવ્યું, તે પ્રશંસનીય છે. ગ્રામજનોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો.

આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે આજથી માંધાતા ભગવાન સૂત્રાપાડાના દરેક ઘરના, દરેક હૃદયના અને સમગ્ર ગામના સભ્ય બની ગયા છે. તેમની વિચારધારા – સત્ય, સેવા, ત્યાગ, શિસ્ત, શિક્ષણ અને સંગઠન – સમાજના જીવનમાં ઉતરે અને ગામમાં સદાય માટે એકતા, શાંતિ અને ભાઈચારું અડગ રહે એવી ભાવભીની પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે આયોજન, સેવા, દાન, વ્યવસ્થા તથા ઉપસ્થિતિ દ્વારા સહયોગ આપ્યો તે તમામ કોળી સમાજના ભાઈઓ-બહેનો, યુવાનો, વડીલો, દાતાઓ, સ્વયંસેવકો તથા માંધાતા ગ્રુપના તમામ સભ્યો પ્રત્યે આયોજકોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande