ભાવનગર રેલવે મંડળની મીટર ગેજ (MG) ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર તથા કેટલીક ટ્રેનો રદ
ભાવનગર 15 જાન્યુઆરી (હિ.સ.) પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને જાણ કરવામાં આવે છે કે સક્ષમ અધિકારીની મંજૂરીથી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના મીટર ગેજ (MG) સેક્શનની કેટલીક ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર તારીખ 19 જાન્યુઆરી 2026
ભાવનગર રેલવે મંડળની મીટર ગેજ (MG) ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર તથા કેટલીક ટ્રેનો રદ


ભાવનગર 15 જાન્યુઆરી (હિ.સ.) પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને જાણ કરવામાં આવે છે કે સક્ષમ અધિકારીની મંજૂરીથી પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના મીટર ગેજ (MG) સેક્શનની કેટલીક ટ્રેન સેવાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર તારીખ 19 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે.

ઉક્ત ફેરફાર અંતર્ગત નીચે મુજબની મીટર ગેજ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે—

1. ટ્રેન નંબર 52951/52952 જુનાગઢ–દેલવાડા–જુનાગઢ

2. ટ્રેન નંબર 52929/52930 જુનાગઢ–વેરાવળ–જુનાગઢ

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન નંબર 52951/52952 (જુનાગઢ–દેલવાડા–જુનાગઢ) રદ થવાને કારણે જેતલસરથી દેલવાડા જતા મુસાફરો માટે તલાલા સ્ટેશન પર અધિકૃત કનેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત ટ્રેન નંબર 52949/52950 (વેરાવળ–દેલવાડા–વેરાવળ) સાથે ટ્રેન નંબર 52946/52933 (જુનાગઢ–વેરાવળ–જુનાગઢ)નું અધિકૃત જોડાણ આપવામાં આવ્યું છે.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર સુધારેલ વિગતો નીચે મુજબ છે—

1. ટ્રેન નંબર 52949 વેરાવળ–દેલવાડા મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 08:50 વાગ્યે અને દેલવાડા સ્ટેશન પર આગમન સમય 12:30 વાગ્યે રહેશે.

2. ટ્રેન નંબર 52946 જુનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી જુનાગઢ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 06:15 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય 10:40 વાગ્યે રહેશે.

3. ટ્રેન નંબર 52955 વેરાવળ–જુનાગઢ મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 06:15 વાગ્યે અને જુનાગઢ સ્ટેશન પર આગમન સમય 10:20 વાગ્યે રહેશે.

4. ટ્રેન નંબર 52933 વેરાવળ–જુનાગઢ મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 14:45 વાગ્યે અને જુનાગઢ સ્ટેશન પર આગમન સમય 18:55 વાગ્યે રહેશે.

5. ટ્રેન નંબર 52956 જુનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન, તારીખ 20.01.2026 થી જુનાગઢ સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 08:00 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય 12:10 વાગ્યે રહેશે.

6. ટ્રેન નંબર 52950 દેલવાડા–વેરાવળ મીટર ગેજ ટ્રેન, તારીખ 19.01.2026 થી દેલવાડા સ્ટેશન પરથી પ્રસ્થાન સમય 13:00 વાગ્યે અને વેરાવળ સ્ટેશન પર આગમન સમય 16:35 વાગ્યે રહેશે.

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિનેશ વર્માએ જણાવ્યું હતું કે સુધારેલ સમયસૂચીનું વિગતવાર વર્ણન સંબંધિત સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે તથા રેલવેના અધિકૃત માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. મુસાફરોને વિનંતી છે કે મુસાફરી પૂર્વે નવીનતમ સમયસૂચીની માહિતી અવશ્ય મેળવી લે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande