
ભાવનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને જાણ કરવામાં આવ્યું છે કે સક્ષમ અધિકારીની મંજૂરીથી ફૂટ ઓવર બ્રિજ (FOB)નું કામ પૂર્ણ ન થવાને કારણે પિપલી તથા લાખાબાવળ સ્ટેશનો પર કેટલીક ટ્રેનોના ઠેરાવને અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થા તારીખ 10 ફેબ્રુઆરી, 2026 સુધી અમલમાં રહેશે.
લાખાબાવળ સ્ટેશન પર નીચે દર્શાવેલી ટ્રેનોનો ઠેરાવ અસ્થાયી રીતે સ્થગિત રહેશે:
1. ટ્રેન નંબર 19209/19210 ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ
2. ટ્રેન નંબર 59551/59552 રાજકોટ–ઓખા–રાજકોટ પેસેન્જર
પિપલી સ્ટેશન પર નીચે દર્શાવેલી ટ્રેનોનો ઠેરાવ અસ્થાયી રીતે સ્થગિત રહેશે:
1. ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ
તથાપિ, ટ્રેન નંબર 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસનો પિપલી સ્ટેશન પરનો ઠેરાવ તારીખ 16 જાન્યુઆરી, 2026થી પુનઃ શરૂ કરવામાં આવ્યો છે, કારણ કે ડાઉન દિશામાં નવું પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું છે.
રેલ પ્રશાસન દ્વારા આરક્ષિત મુસાફરોને એસએમએસ એલર્ટ મારફતે જાણ કરવામાં આવશે. ઉપરાંત, ટ્રેનોમાં સંભવિત 15 મિનિટ અથવા તેથી વધુ વિલંબની શક્યતાને ધ્યાનમાં રાખીને મુસાફરોને વિનંતી છે કે તેઓ NTES એપ મારફતે પોતાની ટ્રેનની સ્થિતિ અંગે માહિતી મેળવતા રહે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ રેલ પ્રશાસન ખેદ વ્યક્ત કરે છે અને સહયોગની અપેક્ષા રાખે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ