બોખીરા આવાસ, ભ્રષ્ટાચારનું ઘર.....
પોરબંદર, 15 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં બી.એ.યુ.પી. યોજના હેઠળ પોરબંદર નગરપાલિકા દ્વારા 2448 આવાસ યોજનાનું કામ 2015 માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ આવાસ યોજના હલકી ગુણવત્તાનું હોવાથી આજે પણ છતમાંથી પાણી ટપકવું, સ્લેબ પડવા જેવ
બોખીરા આવાસ, ભ્રષ્ટાચારનું ઘર.....


પોરબંદર, 15 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં બી.એ.યુ.પી. યોજના હેઠળ પોરબંદર નગરપાલિકા દ્વારા 2448 આવાસ યોજનાનું કામ 2015 માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ આવાસ યોજના હલકી ગુણવત્તાનું હોવાથી આજે પણ છતમાંથી પાણી ટપકવું, સ્લેબ પડવા જેવા બનાવો બને છે. છેલ્લા 1 વર્ષથી પોરબંદર નગરપાલિકા મહાનગર પાલિકા તરીકે રૂપાંતરિત થઈ છે. 2025માં પણ બોખીરા આવાસમાં એવા અનેક બનાવો કેમેરામાં કેદ થયા છે કે, જેમાં લોકો નબળી કામગીરીને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કોઈ સુતા હોય તો તેમની બાજુમાં છતના પોપડા પડવા એવા પણ બનાવો બની ગયા છે. એટલે કે, બોખીરા આવાસમાં આજે પણ લોકો જીવન જોખમે રહે છે. ભાજપ સરકારે ગરીબોના હિત માટે બનાવેલી આ આવાસ યોજના મસ મોટા ભ્રષ્ટાચારના ખભ્ભા ઉપર ઉભું છે તેવું સ્પષ્ટ નારી આંખે કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે. આવી સ્થિતિ વચ્ચે લોકો આજે પણ પોતાનું ઘર સમજી રહે છે. અંદાજિત 90 કરોડના ખર્ચે બોખીરા આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નબળી કામગીરીના લીધે આજે વધુ 13 કરોડ જે મંજુર થયા છે તે વાપરવામાં આવશે. લોકોના હિત માટે આવાસ યોજના રીપેરીંગ થવી જ જોઈએ પરંતુ સવાલ એ છે કે ભ્રષ્ટાચારીઓને શું કામ ભાજપ સરકાર છાવરી રહી છે.? પોરબંદર મનપા કમિશ્નર હસમુખ પ્રજાપતિના જણાવ્યા મુજબ બોખીરા આવાસ માટે 13 કરોડ રૂપિયા મંજુર કરાયા છે જેમાં છત પર વોટર પ્રુફિંગ, ફાયર સેફટી તેમજ સીડીમાં રેલિંગ નાખવાની કામગીરી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande