ચાણસ્મા પોલીસે રૂપપુર ગામમાં થયેલી મંદિર ચોરીના કેસમાં ફરાર આરોપીને ઝડપી લીધો
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.)ચાણસ્મા પોલીસે રૂપપુર ગામમાં થયેલી મંદિર ચોરીના કેસમાં ફરાર આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી રોકડ રકમ તેમજ ગુનામાં વપરાયેલ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. પરિછેદ 2: આરોપી જીતુજી ઠાકોરે રૂપપુર ગામના બ્રેહ્
ચાણસ્મા પોલીસે રૂપપુર ગામમાં થયેલી મંદિર ચોરીના કેસમાં ફરાર આરોપીને ઝડપી લીધો


પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.)ચાણસ્મા પોલીસે રૂપપુર ગામમાં થયેલી મંદિર ચોરીના કેસમાં ફરાર આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી રોકડ રકમ તેમજ ગુનામાં વપરાયેલ મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

પરિછેદ 2:

આરોપી જીતુજી ઠાકોરે રૂપપુર ગામના બ્રેહ્માણી માતાજી અને ગોગા મહારાજના મંદિરમાં ઘૂસી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. આ અંગે ચાણસ્મા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચનાથી મિલકત સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા ચાણસ્મા પોલીસ સક્રિય બની હતી. આ દરમિયાન આરોપી ચાણસ્મા આવવાનો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી.

બાતમીના આધારે પોલીસે આરોપી જીતુજી ઠાકોરને ચાણસ્મા તાલુકામાંથી દબોચી લીધો હતો. તેની પાસેથી ₹5820 રોકડ અને એક લોખંડની કુહાડી જપ્ત કરવામાં આવી છે. હાલ પી.આઇ. આર.એચ. સોલંકી આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande