
પોરબંદર, 15 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરની મચ્છી માર્કેટમાં એકી સાથે આઠ થી દસ વખાર માંથી અંદાજે એક લાખ રૂપિયાની કિંમતના માછલાની ચોરી થતાં માછલા વહેંચતી મહિલાઓ ચિંતાતુર બની ગઈ હતી અને પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માગણી કરવામાં આવી હતી.
પોરબંદરના મચ્છી માર્કેટ વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને સુવિધા વિહોણી આ જગ્યામાં વર્ષોથી મહિલાઓ માછલા વહેંચીને રોજીરોટી મેળવી રહી છે તેથી તેઓ રાત્રિના સમયે ત્યાં વખારની અંદર માછલાનો માલ રાખીને ઘરે જાય છે ફ્રીઝ ની અંદર સામાન રાખવામાં આવે છે ત્યારે ગઈકાલે રાત્રિના સમયે અંદાજે 8 થી 10 જેટલી વખારમાં ઘૂસી ગયેલા તસ્કરોએ માછલાની ચોરી કરી હતી અંદાજે એક લાખ રૂપિયાથી વધુની કિંમતના માછલા ચોરી લેવામાં આવ્યા હતા જેથી સવારે જ્યારે માછલા વહેંચવા માટે મહિલાઓ આવી ત્યારે પોતાનો માલ નજરે નહીં ચડતા આક્રોશ જોવા મળ્યો હતો અને એવી રજૂઆત કરી હતી કે રાત્રિના સમયે તસ્કરોએ માછલાની ચોરી કરી છે.આથી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને એવી રજૂઆત કરી હતી કે માછલાની ચોરી અવારનવાર થાય છે અને એક જ રાત્રિમાં દસ જેટલી વખારમાંથી ચોરી કરી અને પકડવા માટે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ તેમ જ સીસીટીવી સહિત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમજ તેના દરવાજા પણ નીચા હોવાથી કોઈ પણ અંદર ઘૂસી શકે છે તેથી પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ મહિલાઓએ માંગ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya