
જામનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) :
ભારતીય થલ સેનાના આર્મી ડે પરેડનું આયોજન જયપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ પરેડમાં જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત 36 ગુજરાત એનસીસી બટાલિયન ભુજની ચાર કેડેટ્સે ભાગ લીધો હતો.
આ આર્મી ડે પરેડમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ-હરિયાણા-હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન એનસીસી ડાયરેક્ટરેટના કેડેટ્સે ભાગ લીધો હતો. જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર હેઠળની 36 ગુજરાત એનસીસી બટાલિયન ભુજની તોલાણી કોમર્સ કોલેજ, ભુજની ચાર કેડેટ્સ આ પરેડમાં સામેલ થઈ હતી.
પરેડમાં ભાગ લેનાર કેડેટ્સમાં સિનિયર અન્ડર ઓફિસર જાડેજા હીનાબા અનિરુદ્ધસિંહ, કેડેટ પ્રજાપતિ નિકિતા કરશનભાઈ, કેડેટ ગોસ્વામી નંદની સુરેશગીરી અને કેડેટ બાલિયા રિયા હિતેશભાઈનો સમાવેશ થાય છે.
36 ગુજરાત એનસીસી બટાલિયન ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે આ તમામ કેડેટ્સને આર્મી ડે પરેડમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રાષ્ટ્ર સેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt