લોઢવા ગામે ન્યુ સનસાઈન ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે મકરસંક્રાંતિની પર્વ ની ઉજવણી
ગીર સોમનાથ, 15 જાન્યુઆરી (હિ.સ.) લોઢવા ગામમાં આવેલી ન્યુ સનસાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મકરસંક્રાંતિનો તહેવાર આનંદ અને ઉત્સાહભર્યા માહોલમાં ઉજવાયો હતો. સ્કૂલ પરિસરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પતંગ ઉડાવી તહેવારની
લોઢવા ગામે ન્યુ સનસાઈન


ગીર સોમનાથ, 15 જાન્યુઆરી (હિ.સ.) લોઢવા ગામમાં આવેલી ન્યુ સનસાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મકરસંક્રાંતિનો તહેવાર આનંદ અને ઉત્સાહભર્યા માહોલમાં ઉજવાયો હતો. સ્કૂલ પરિસરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પતંગ ઉડાવી તહેવારની ખુશી વ્યક્ત કરી હતી. સાથે સાથે તલ-લાડુ, મીઠાઈઓ અને પરંપરાગત વ્યંજનનો પણ બાળકો દ્વારા આનંદ લેવાયો હતો.

મકરસંક્રાંતિની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક ઉજવણીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સમગ્ર સ્કૂલ તહેવારી રંગોમાં રંગાઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ તકે ન્યૂ સનસાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રિન્સિપાલ જશુભાઈ વાઢેરે જણાવ્યું હતું કે, “મકરસંક્રાંતિ જેવા પરંપરાગત તહેવારોની ઉજવણી દ્વારા બાળકોને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. આજની ઉજવણીમાં બાળકોમાં ઉત્સાહ, એકતા અને આનંદ જોવા મળ્યો, જે અમારા માટે અત્યંત આનંદની વાત છે. ભવિષ્યમાં પણ આવી શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સ્કૂલ સતત પ્રયત્નશીલ રહેશે.” અમારી સ્કૂલ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે બાળકોનો ઉત્સાહ વધારવા આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande