
ગીર સોમનાથ 15 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની પોદાર આંતરરાષ્ટ્રીય શાળાના ધો.1 થી 10 ના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવામાં આવ્યું હતું. બાળકોમાં અન્ય લોકો માટે પરોપકાર અને દયાની ભાવના કેળવાય તે હેતુસર આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જયેન્દ્ર બારડ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ