ખાપટ વિસ્તારમાં સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા શરુ કરવા રજુઆત.
પોરબંદર, 15 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરના ખાપટ વિસ્તારમાં સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા શરુ કરવા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મહેન્દ્રસિંહ ચાવડાએ મનપા કમિશ્નરને લેખિત આવેદન પાઠવી રજુઆત કરી છે. પોરબંદર મહાનગર પાલિકા વોર્ડ નં 2(ખાપટ) વિસ્તાર
ખાપટ વિસ્તારમાં સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા શરુ કરવા રજુઆત.


પોરબંદર, 15 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદરના ખાપટ વિસ્તારમાં સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા શરુ કરવા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મહેન્દ્રસિંહ ચાવડાએ મનપા કમિશ્નરને લેખિત આવેદન પાઠવી રજુઆત કરી છે.

પોરબંદર મહાનગર પાલિકા વોર્ડ નં 2(ખાપટ) વિસ્તારમાં આશરે 30 થી 35 હજારની વસ્તી ધરવતો વિસ્તાર છે જેમાં પ્રાથમિક શાળાઓમાં જૂની પ્રાથમિક શાળા, ખાપટ પે સેન્ટર સ્કુલ, કેજીબીવી સ્કુલ, 1/11 1ટ સીમ શાળા 1 તથા ખાપટ સીમ શાળા 2 સરકારી સ્કૂલો તેમજ અન્ય ખાનગી પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગની શાળાઓનો સમાવેશ થાય છે. આ તમામ સ્કૂલો માંથી ધોરણ 8માં સરકારી સ્કૂલોમાંથી દરવર્ષ આશરે 200 થી 250 જેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે અને ધો ૯માં ઉચ્ચતર અભ્યાસ માટે ખાપટ વોર્ડ નં 2માં ઉચ્ચતર માધ્યમિક સરકારી સ્કુલ ના હોવાને લીધે ધો 9 માં પ્રવેશ મેળવવા માટે અન્ય દુર વિસ્તારની સ્કુલોમાં પ્રવેશ મેળવવા માટે જવું પડી રહ્યું છે અને ઘણી વખત વાલીઓની આર્થિક સ્થિતિ સારી ના હોવાને લીધે ભણવા માટે ડ્રોપ લઈને મજુરી કામે જોડાય જાય છે. પોરબંદર મહાનગર પાલિકા વોર્ડ નં 2(ખાપટ, જીઆઈડીસી વિસ્તાર) નિતારમાં ધો 9 તેમજ ઉચ્ચતર અભ્યાસની સરકારી સ્કુલની વ્યવસ્થા ના હોવાનેલીધે વિદ્યાર્થીઓને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી વાલીઓ ઉપર આર્થિક બોજો વધે છે બાળકોને અન્ય અભ્યાસ માટે મોકલવા માટે રીક્ષાઓ કે અન્ય વાહનોની વ્યવસ્થા કરવી પડે છે જેમના હિસાબે વાલીઓ પર આર્થિક બોજો પણ વધે છે, જેથી અનેક વિદ્યાર્થીઓ ખાસ કરીને કન્યાઓ ઉચ્ચતર અભ્યાસ મેળવવા માટેનો અભ્યાસ છોડી દે છે. જેમના હિસાબે પોરબંદર મહાનગર પાલિકા વોર્ડ નં 2(ખાપટ) વિસ્તારનો બાળકોને અભ્યાસ છોડવાનો ડ્રોપઆઉટ રેસીયો સૌથી વધુ છે. પોરબંદર મહાનગર પાલિકા વોર્ડ નં 2(ખાપટ) વિસ્તાર પોરબંદર મહાનગર પાલિકા હેઠળના સૌથી સ્લમ વિસ્તાર(પછાત) વિસ્તાર હોવાને કારણે પણ દુર અભ્યાસ કરવા માટે વાલીઓ મજબૂરી વસ બાળકોને વધુ અભ્યાસ મેળવવા માટે મોકલી શકતા નથી જેથી બાળકોનો અભ્યાસ સીમિત થઈ જાય છે. આ ઉપરાંત પોરબંદર મહાનગર પાલિકા વોર્ડ નં 2(ખાપટ) વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ 1976 નિયમ મુજબ દરેક વોર્ડમાં એક પોરબંદર મહાનગર પાલિકા સંચાલિત પ્રાથમિક અને ઉતર માધ્યમિક સ્કુલ હોવી જોઈએ પરંતુ પોરબંદર મહાનગર પાલિકા દ્વારા એમ ઈ એમ સ્કુલ સિવાય એક પણ સરકારી માધ્યમિક શાળા ના હોય તેમજ ઉપરોક્ત સ્કુલ શરુ કરવા માટે પોરબંદર નાગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મહેન્દ્રસિંહ ચાવડાએ લેખિત રજુઆત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande