એસજીપી સ્કૂલ અંકલેશ્વરના 18 માં વાર્ષિકોત્સવમાં વિધાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા
-શંખનાદની થીમ આધારિત વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો -સત્યયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગના દિવ્ય વર્ણનથી ગુરુકુલ કેમ્પસ ભક્તિમય વાતાવરણ મય બની ગયું -સંસ્કાર અને શિક્ષણનું સ્થાન એટલે અંકલેશ્વર ગુરુકુલ પબ્લિક સ્કૂલ ભરૂચ 15 જાન્યુઆરી (હિ.સ.) અ
એસજીપી સ્કૂલ અંકલેશ્વરના 18 માં વાર્ષિકોત્સવમાં વિધાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા .


એસજીપી સ્કૂલ અંકલેશ્વરના 18 માં વાર્ષિકોત્સવમાં વિધાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા .


એસજીપી સ્કૂલ અંકલેશ્વરના 18 માં વાર્ષિકોત્સવમાં વિધાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા .


એસજીપી સ્કૂલ અંકલેશ્વરના 18 માં વાર્ષિકોત્સવમાં વિધાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા .


એસજીપી સ્કૂલ અંકલેશ્વરના 18 માં વાર્ષિકોત્સવમાં વિધાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા .


-શંખનાદની થીમ આધારિત વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો

-સત્યયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગના દિવ્ય વર્ણનથી ગુરુકુલ કેમ્પસ ભક્તિમય વાતાવરણ મય બની ગયું

-સંસ્કાર અને શિક્ષણનું સ્થાન એટલે અંકલેશ્વર ગુરુકુલ પબ્લિક સ્કૂલ

ભરૂચ 15 જાન્યુઆરી (હિ.સ.) અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલનો 18 મો વાર્ષિકોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો. વાર્ષિકોત્સવની આ વર્ષની શંખનાદની થીમ આધારિત વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

ચાર યુગોનું અદભુત વર્ણન કરીને શંખનાદની થીમ ઉપર બાળકોએ ભગવાનની લીલાઓ, નાટક, પ્રદર્શન તેમજ સુંદર કૃતિઓ રજૂ કરીને સૌના જીવનમાં અધ્યાત્મનો શંખનાદ ફૂંક્યો હતો. અકલ્પનીય પ્રદર્શન કરીને સૌનું હૃદય જીતી લીધુ હતું. આ લાઈવ રંગારંગ પ્રસ્તુતિ નિહાળીને દેશ-વિદેશના હરિભક્તોએ પણ સંસ્થાની પ્રવૃત્તિની પ્રશંસા ખૂબ કરી હતી. વર્ષ દરમિયાન વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હોય, તેઓને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહન આપી સન્માનિત કર્યા હતા. ભરતનાટ્યમ કળામાં નિપુર્ણ એવા સફળ નૃત્યનાટિકા સાયન્તિબહેને વિદ્યાર્થીઓ પાસેથી હાર્ડવર્ક કરાવીને શંખનાદને દીપાવી દીધો હતો. શાળાના અતિ ઉત્સાહી આચાર્યા અમિતા શ્રીવાસ્તવ, રૂપાલીબહેન, અલ્કાબહેન અને શિક્ષકો તેમજ ગુરુકુલના બ્રહ્મદેવતાઓએ ખરેખર કાર્યક્રમને સફળ બનાવવા પુરુષાર્થ કરી સફળતા પૂર્વક નિર્વિધ્ને સંપન્ન વાર્ષિકોત્સવ સંપન્ન થયો હતો.

આ પ્રસંગે ગુરુકુલ પરિવારના પ્રેરણાસ્રોત અને વડા સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, ટ્રસ્ટી કિશોર પાનસુરીયા , અતિથિ વિશેષ ડૉ. રાજીવ શ્રીવાસ્તવ સીબીએસઈ સુરત શહેર કોઓર્ડિનેટર,જેન્તી સોડવડિયા તેમજ મોટી સંખ્યામાં ગુરુકુલ પરિવારના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande