
ગીર સોમનાથ, 15 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં તરબોળ થઈ રહ્યાં છે. કલાકારોએ પોતાના પર્ફોર્મન્સથી ભગવાન શિવની મહિમા વર્ણવતા 'હે સોમેશ્વર દેવ ભોળિયા....આરતી રોજ ઉતરતી' નું ભક્તિગીત રજૂ કર્યું હતું.
આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ભાવિકોએ મનમાં શ્રદ્ધાનો ભાવ રાખી દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવની મોબાઈલ ટૉર્ચ ફ્લેશલાઈટથી આરતી ઉતારી હતી.
આમ, ભાવિકોનો ઉત્સાહ એ દર્શાવે છેકે, 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો સંસ્કૃતિ અને આદ્યાત્મિક ચેતનાના પ્રસરણ માટે મહત્વનું માધ્યમ બન્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ