શંભુ કી સાધના, શંભુ કી આરાધના... સોમનાથ સ્વાભિમાન પર્વ'માં નટરાજની સંગીતસભર 'અઘોરી' આરાધના
સોમનાથ 15 જાન્યુઆરી (હિ.સ.) ભગવાન શિવનું પંચમુખી સ્વરૂપ પાંચ દિશા અને પંચતત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ પંચમુખી સ્વરૂપમાંનું એક ''અઘોર'' રૂપ સ્મશાનમાં વાસ કરનાર ''અઘોરી'', અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. સોમનાથ સ્વાભિમાન પર્વ''માં ભોળાન
શંભુ કી સાધના, શંભુ કી આરાધના..


સોમનાથ 15 જાન્યુઆરી (હિ.સ.) ભગવાન શિવનું પંચમુખી સ્વરૂપ પાંચ દિશા અને પંચતત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ પંચમુખી સ્વરૂપમાંનું એક 'અઘોર' રૂપ સ્મશાનમાં વાસ કરનાર 'અઘોરી', અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે.

સોમનાથ સ્વાભિમાન પર્વ'માં ભોળાનાથના સ્વરૂપ પરથી જ રચાયેલા 'અઘોરી' બૅન્ડ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ રૉક-જાઝ ફ્યૂઝન પ્રસ્તુતિઓ રજૂ કરી નટરાજની સંગીતસભર આરાધના કરવામાં આવી હતી.

અઘોરી' બૅન્ડ દ્વારા 'ડમડમડમ ડમરૂ બાજે ભોલે કા....', 'શિવતાંડવસ્ત્રોત', 'ખોડલના ખમકારે....', 'રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જોવ.....', 'દ્વારકાનો નાથ રાજા રણછોડ...', 'સાયબો રે ગોવાળિયો....', 'ધડ રે ધિંગાણે જેના....', 'નગર મે જોગી આયા....'સહિતની રૉક-જાઝ ફ્યૂઝન પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.

શિવ સહિત અઘોરી બૅન્ડે કૃષ્ણ, જગદંબા, ગણપતિ, નાગબાઈ અને સોમનાથની રક્ષા કાજે સૌરાષ્ટ્રની ભૂમિ પર પાળિયા થઈ પૂજાતા શૂરવીરોના દૂહા-છંદ અને ચારણી સાહિત્યની રમઝટ બોલાવી હતી. 'અઘોરી' બૅન્ડની વીરરસ-શૌર્યસભર રૉક-જાઝ ફ્યૂઝન પ્રસ્તુતિઓ પર પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતાં

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande