દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપી નશાની હાલતમાં ઝડપાયો.
પોરબંદર, 15 જાન્યુઆરી (હિ.સ.)ઉપલેટાના વિદેશી દારૂના ગુન્હામાં ત્રણ મહિનાથી નાશતા ભાગતા બીલડી ગામના ઇસમને પોલીસે દારૂ પીધેલી હાલતમાં પકડીને ગુન્હો દાખલ કર્યા બાદ ઉપલેટા પોલીસને પણ આગળની કાર્યવાહી માટે જાણ કરી છે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિ
દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપી નશાની હાલતમાં ઝડપાયો.


પોરબંદર, 15 જાન્યુઆરી (હિ.સ.)ઉપલેટાના વિદેશી દારૂના ગુન્હામાં ત્રણ મહિનાથી નાશતા ભાગતા બીલડી ગામના ઇસમને પોલીસે દારૂ પીધેલી હાલતમાં પકડીને ગુન્હો દાખલ કર્યા બાદ ઉપલેટા પોલીસને પણ આગળની કાર્યવાહી માટે જાણ કરી છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે ધ્રુવલ સી. સુતરીયા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાણાવાવ વિભાગના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.વાળાની સુચના મુજબ કુતિયાણા પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ભોજાભાઇ ગોજીયા તથા અલ્તાફભાઇ હુસેનભાઈ સમા તથા અશ્વિનભાઇ વેજાભાઈ વરૂને સંયુકત રાહે મળેલ હકીકતના આધારે ઉપલેટા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાના કામે છેલ્લા ત્રણેક મહિનાથી લાલશાહીથી નાસતા ફરતા આરોપી અનિલ ઉર્ફે ભુરો નારણભાઇ હરણ ઉ.વ. 26 ધંધો મજુરી રહે, બીલડી ગામ, રામદેવપીરના મંદિર પાસે, તા. કુતિયાણા, જી. પોરબંદરવાળો કુતિયાણા ફોરેસ્ટ ઓફિસ પાસેથી કેફી પીણુ પીધેલ હાલતમાં મળી આવતા મજકુર વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ તેમજ ઉપરોકત ઉપલેટા પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે આગળની કાર્યવાહી સારૂ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તજવીજ કરેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એમ. ડી.વાળા, પોલીસ હેડ કોન્સ્ટેબલ એ. એચ. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ ભરત ભોજાભાઇ ગોસીયા, તથા અલ્તાફ હુસેનભાઇ સમા, અશ્વિન વેજાભાઇ વરૂ તથા વિજય ખીમાણંદભાઇ ગાગીયા તથા અક્ષયકુમાર જગતસિંહ ઝાલા રોકાયેલા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande