
પોરબંદર, 15 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર શહેરમાં મકરસંક્રાંતિના દિવસે પતંગના દોરાને કારણે બે વ્યક્તિઓ ઘાયલ થતા સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
પોરબંદર શહેરમાં મકરસક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઊજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પતંગ રસીયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા અને અગાસી પર જ પતંગ ઉડાડવાની સાથે ખાણી-પીણીની પણ મોજ માણી હતી.બીજી તરફ પતંગના દોરાના કારણે બે અકસ્માત સર્જાયા હતા જેમાં આધેડ અને યુવાનને ઈજા પહોંચી હતી.
પોરબંદરમાં મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ઉત્તરાયણ પર્વને લઈ લોકો સહ પરિવાર પતંગ, દોરાના રીલ, ટોપી, સનગ્લાસ, શેરડી અને તલ-ગોળની ચીકીઓ સહિતની વસ્તુ ઓ લઈ વહેલી સવારથી જ અગાસીમાં ચડી ગયા હતા. દિવસભર પતંગ ઉડાડવાની સાથે અગાસી પર ખાણી-પીણીની મોજ માણી હતી.દિવસભર આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું રહ્યું હતું. લોકોએ પોતાની અગાસી અને ધાબા પર ગીત-સંગીતના સથવારે ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી. બીજી તરફ પતંગના દોરાના કારણે અકસ્માત સર્જાતા એક આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે થી પ્રાપ્ત થયેલ માહિતી મુજબ જયુબેલી વિસ્તારમાં રહેતા કાજલબેન સંજયભાઈ થાનકી અને છાયા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ટપુભાઈ બાપોદરા સ્કુટરમાં જઈ રહ્યા હતા તેવા સમયે પતંગ નો દોરો સુરેશભાઈના ગાળામાં આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાજલબેનને સામાન્ય ઈજાઓ થઇ હતી પરંતુ સુરેશભાઈ ને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર માં ખસેડાયા હતા એ સિવાય રોકડીયા હનુમાન મંદિર વિસ્તાર માં રહેતા ચિરાગ ખાટવાણી નામના યુવાન ના ગળા માં પણ પતંગનો દોર ફસાઈ જતા તેને ઈજા થઇ હતી આથી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી છુટો કરાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya