
જામનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરમાં ઉતરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરભરમાં પતંગ રસિયાઓએ અગાશીઓ પરથી આકાશમાં પતંગોની રમઝટ બોલાવી હતી.
યુવા વર્ગે ગીત-સંગીત સાથે પતંગ ચગાવવાની મોજ માણી હતી. ટેરેસ પરથી ઊંચી ચીચિયારીઓ સાથે ઉત્સાહભેર પતંગો કાપવામાં આવી હતી, જેના કારણે ઉત્સવનો માહોલ જીવંત બન્યો હતો.
ઉતરાયણ પર્વ નિમિત્તે જામનગરના લોકો પતંગ ચગાવવાની સાથે ઊંધિયું અને જલેબીની પણ મજા માણે છે. આ પરંપરાને અનુસરીને, શહેરની બજારોમાં વેપારીઓ દ્વારા ઊંધિયાની વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને, પતંગ ચગાવતી વખતે છત અને અગાશી પર રહેલા લોકો કાઠિયાવાડી ઊંધિયું સહિતની વાનગીઓ ખાવાનો આનંદ લેતા હોય છે. હાલમાં, જામનગરની બજારોમાં ઊંધિયું અને જલેબી જેવી વસ્તુઓનું ભારે વેચાણ જોવા મળ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt