એમ.એન. કોલેજના એનસીસી કેડેટ્સે ઇન્ડિયન આર્મી ડે નિમિતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં “નો યોર આર્મી” કાર્યક્રમની મુલાકાત લીધી
મહેસાણા, 16 જાન્યુઆરી (હિ.સ.) ઇન્ડિયન આર્મી ડે નિમિતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે યોજાયેલા “નો યોર આર્મી” કાર્યક્રમની મુલાકાત એમ.એન. કોલેજના એનસીસી કેડેટ્સ દ્વારા લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 16 કેડેટ્સ સાથે એનસીસી ઓફિસર ડો શક્તિ રામાનં
એમ.એન. કોલેજના એનસીસી કેડેટ્સે ઇન્ડિયન આર્મી ડે નિમિતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં “નો યોર આર્મી” કાર્યક્રમની મુલાકાત લીધી

એમ.એન. કોલેજના એનસીસી કેડેટ્સે ઇન્ડિયન આર્મી ડે નિમિતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં “નો યોર આર્મી” કાર્યક્રમની મુલાકાત લીધી

એમ.એન. કોલેજના એનસીસી કેડેટ્સે ઇન્ડિયન આર્મી ડે નિમિતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં “નો યોર આર્મી” કાર્યક્રમની મુલાકાત લીધી

મહેસાણા, 16 જાન્યુઆરી (હિ.સ.) ઇન્ડિયન આર્મી ડે નિમિતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે યોજાયેલા “નો યોર આર્મી” કાર્યક્રમની મુલાકાત એમ.એન. કોલેજના એનસીસી કેડેટ્સ દ્વારા લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 16 કેડેટ્સ સાથે એનસીસી ઓફિસર ડો શક્તિ રામાનંદી તથા એનસીસી કમિટીના સભ્ય ડો પરેશ પટેલ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન કેડેટ્સને ભારતીય સેનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો અને ટેક્નોલોજી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. જેમાં આર્ટિલરી યુનિટ દ્વારા વપરાતી 130 એમએમ એમ 46 રશિયન ફિલ્ડ ગન (27 કિલોમીટર રેન્જ), ભારતીય 105 એમએમ ઇન્ડિયન ફિલ્ડ ગન (17 કિલોમીટર રેન્જ) તેમજ સ્વીડનની 40 એમએમ એલ/70 ગનનું પ્રદર્શન કરાયું. દુશ્મનની હિલચાલ 13 કિલોમીટર દૂરથી જોઈ શકતું લોરોસ લોંગ રેન્જ ઓબ્ઝર્વેશન સિસ્ટમ, થર્મલ ઇમેજિંગ લોંગ રેન્જ ઇક્વિપમેન્ટ અને સિગ્નલ્સ યુનિટ દ્વારા વપરાતા કોમ્યુનિકેશન સાધનો, રેડિયો સેટ તથા 250 થી 1000 કિલોમીટર રેન્જ ધરાવતા એન્ટેનાની માહિતી આપવામાં આવી.

આ ઉપરાંત એન્ટી ટેન્ક માઇન, માઇન ડિટેક્ટર, બાયોલોજિકલ અને કેમિકલ વોર માટેના પ્રોટેક્ટિવ સુટ, વિવિધ પ્રકારના ડ્રોન, 7.62 એમએમ સ્નાઈપર રાઈફલ, 7.62 એમએમ અસોલ્ટ રાઈફલ, એમકે થ્રી રોકેટ લોન્ચર, નેગેવ લાઈટ મશીન ગન, સાકો સ્નાઈપર રાઈફલ, 7.62 એમએમ મિડિયમ મશીન ગન અને મોર્ટાર એમકે 8 જેવા અનેક શસ્ત્રો નિહાળ્યા. કેડેટ્સે ટી-72 ટેન્ક (અજેય) અને બીએમપી ટેન્ક્સ પણ જોયા.

સાથે સાથે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ચાલતા 11 વિવિધ અભ્યાસક્રમોની માહિતી મેળવી, જેમાં સ્કૂલ ઓફ ઇન્ટર્નલ સિક્યુરિટી એન્ડ સ્માર્ટ પોલિસિંગ અને સ્કૂલ ઓફ બિહેવિયરલ સાયન્સ એન્ડ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન્સ સહિત 3 ડિપાર્ટમેન્ટની મુલાકાત લેવામાં આવી. ફોરેન્સિક સાયન્સની 5 લેબની મુલાકાતે કેડેટ્સમાં રક્ષા ક્ષેત્ર પ્રત્યે વિશેષ ઉત્સાહ અને જાગૃતિ ઊભી કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande