અનૈતિક સંબંધના વિવાદે કતારગામમાં ધોળા દિવસે બિલ્ડરની હત્યા, મુખ્ય આરોપી અજય સોલંકી પોલીસ પકડમાં
સુરત, 17 જાન્યુઆરી (હિ.સ.): સુરતના કતારગામ વિસ્તારમાં 12 જાન્યુઆરી, 2026ના રોજ ધનમોરા ચાર રસ્તા નજીક સરથાણાના બિલ્ડર વિપુલ રવજી માંડાણી (ઉં.વ. 46)ની જાહેરમાં ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાના થોડા કલાકોમાં પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી
Knife


સુરત, 17 જાન્યુઆરી (હિ.સ.): સુરતના કતારગામ વિસ્તારમાં 12 જાન્યુઆરી, 2026ના રોજ ધનમોરા ચાર રસ્તા નજીક સરથાણાના બિલ્ડર વિપુલ રવજી માંડાણી (ઉં.વ. 46)ની જાહેરમાં ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાના થોડા કલાકોમાં પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી અજય શંભુ સોલંકી ફરાર થયો હતો. હવે પોલીસે અજયને ઝડપી લઈ કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, અજયની પત્ની અને બિલ્ડર વિપુલ વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી અનૈતિક સંબંધ હતો. આ બાબતને લઈ બંને વચ્ચે અગાઉ ઝઘડા પણ થયા હતા. વારંવાર વિનંતી છતાં વિપુલે સંબંધ ન તોડતા, અજયે ભાઈ પલ્લુ સોલંકી અને મિત્રો સાથે મળી હત્યાનું કાવતરું રચ્યું હોવાનું પૂછપરછમાં કબૂલ્યું છે.

હત્યા સમયે સસ્તા અનાજની દુકાન પાસે ઝપાઝપી થઈ હતી, જેમાં બે થી વધુ લોકોએ વિપુલને પકડી રાખ્યો હતો અને અજય દોડી આવી તેના પેટમાં ચપ્પુના ઘા ઝીંકી ફરાર થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના ડીવીઆર ગાયબ કરવાના પ્રયાસ બદલ વકીલ સહિતના આરોપીઓ અગાઉથી જ પકડાયા હતા.

આરોપીની ધરપકડ બાદ કતારગામ પોલીસે ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી અજય અગાઉ હીરા ચોરીના કેસમાં પણ જેલ જઈ ચૂક્યો છે. હાલ આ કેસમાં ચાર આરોપીઓ ઝડપાયા છે જ્યારે હજુ બે આરોપી ફરાર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande