
સોમનાથ,17 જાન્યુઆરી (હિ.સ.) સોમનાથ આર.ટી.ઓ દ્વારા ‘નેશનલ રોડ સેફ્ટી મંથ-2026 ની ઉજવણી કરવામાં આવી હતી અને હેલ્મેટ તથા સીટબેલ્ટનું મહત્વ સમજાવીને આશરે 200 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉજવણી અંતર્ગત આર.ટી.ઓ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વેરાવળ-જૂનાગઢ રોડના ડારી ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકોને સલામત પરિવહન અંતર્ગત અને રોડ અકસ્માત અટકાવાનાના હેતુસર રોડ સેફ્ટી અંગે માહિતી આપવામાં આવી હતી.
આ માહિતી અંતર્ગત વાહનચાલકોને ટ્રાફિકસિગ્નલ વિશે, રોંગસાઇડ ડ્રાઇવિંગ ન કરવા, રોડ સાઈનને અનુસારવા, હેલ્મેટ તથા સીટબેલ્ટનું મહત્વ સમજાવીને આશરે 200 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત વાહનચાલકોને રાહવીર યોજનાઅંગે માહિતી આપી રાહવીર યોજનાનો પ્રચાર પ્રસાર કરતી માર્ગ સલામતીની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હેલમેટ વિતરણ અને વાહનચાલકો અને રાહદારીઓને માર્ગ સલામતી વિશે માહિતગાર કરવામાં આર.ટી.ઓ. કચેરીના ઈન્સ્પેક્ટર પી.એન. માંગુકિયા, એન.જે.ગુજરાતી તથા આર. ઇ.ચાવડા તેમજ ટ્રાફીક પી.એસ.આઈ વી.એન.મોરવાડીયા તથા એન.એચ.એ.આઈ ડેપ્યુટી મેનેજર અતુલ કુમાર, સીનિયર એન્જિનિયર પ્રવાલ મિશ્રાનો સહયોગ રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ