
સુરત, 17 જાન્યુઆરી (હિ.સ.) સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ ‘SAY NO TO DRUGS’ વિષય પર જન-જાગૃતિ કાર્યકમ યોજાયો હતો. સુરત જિલ્લા ન્યાયાલયના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ આર.એ.ત્રિવેદી તેમજ સચિવ અને એડી. સિનિયર સિવિલ ન્યાયાધી ડી.આર.જોષીના માર્ગદર્શન હેઠળ લિંબાયતની સરકારી વિનયન,વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે વિદ્યાર્થીઓને નશો કરવાથી થતાં નુકશાન વિષે જણાવી નશામુક્ત જીવન જીવવા વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા.
વધુમાં આ કાર્યક્રમમાં ડ્રગ્સ જનજાગૃતિ, સાયબર ક્રાઇમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની યોજનાઓ/પ્રવૃતિઓ વિશે પ્રદિપ શિરસાઠ દ્વારા કુલ 80 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કોલેજના આચાર્ય ડૉ.મેઘના અધ્વર્યું, પ્રો. ડૉ.દિના પટેલ, પ્રો. ડૉ. પ્રદ્યુમનસિંહ મહિડા(સપ્તધારા કો-ઓર્ડીનેટર),પ્રો.પ્રાદ્યાપકઓ ડૉ.વિનોદ શુક્લા, ડૉ.નરવતસિંહ, થર્મેશકુમાર ગામીત, મિતાલી પરમાર, નિલેશ ખૈરનાર, કલ્પના ચૌધરી અને ડૉ.દીપિકા ઝાલા સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે