
સોમનાથ, 17 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગીર સોમનાથના વેરાવળ ખાતે આગામી તારીખ 20 જાન્યુઆરી ના રોજ પધારતા હોય જે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના પદવી એનાયત કાર્યક્રમ બાદ બપોરના બે 30 કલાકથી ત્રણ ત્રીસ કલાક સુધી વેરાવળના વિવિધ સમાજના પ્રમુખઓ આગેવાનો પ્રબોધ નાગરિકો ડોક્ટર એડવોકેટ વેપારી એસોસિએશન, શૈક્ષણિક, સામાજિક સંસ્થાના મુખ્ય હોદ્દેદારો સાથે વાર્તાલાપ અને ગોષ્ટિ નો કાર્યક્રમ યોજાશે ત્યાર બાદ ઉમરેઠી મુકામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ અને ભારત એક સમરસ નું ઉદાહરણ રૂપી ખેડૂત ના ઘરે ભોજન બાદ સરકારી સ્કૂલ ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ બીજે દિવસે અલગ અલગ વિસ્તારના ખેડૂતો સાથે ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લેશે આ દરમિયાન વેરાવળમાં તારીખ 20 ના બપોરે 2:30 થી 3:30 સુધી કોમ્યુનિટી હોલ મહિલા કોલેજ પાસે ડાભોર રોડ વેરાવળ ખાતે કાર્યક્રમ આયોજિત હોય જેમાં પ્રભુધ નાગરિકો સહિતનાઓને પધારવા આમંત્રણ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ